<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

લીંબડી પાસે કન્‍ટેનરમાં બ્‍લાસ્‍ટઃ ડ્રાઇવર-કલીનર ભડથુ

કન્‍ટેનરમાં પેટ્રોલ, ડિઝલ કે કેમિકલ હતું? તે અંગે તપાસઃ મૃતકોની ઓળખ મેળવવા તપાસઃ એક વ્‍યકિત ગંભીર

તસ્‍વીરમાં કન્‍ટેનરમાં લાગેલી આગ તથા રાજકોટમાં સારવાર રહેલ યુવક નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ (વઢવાણ) સંદિપ બગથરીયા) (૭.રર)

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: રાજકોટ- અમદાવાદ હાઇ-વે ઉપરથી પસાર થઇ રહેલા કન્‍ટેનરમાં લીંબડી પાસે આવેલ ઓનેસ્‍ટ હોટલ નજીક બ્‍લાસ્‍ટ થતા ડ્રાઇવર- કલીનર ભડથુ થઇ જતા હાહાકાર મચી ગયો છે. જયારે એક વ્‍યકિતને રાજકોટની સરકારી હોસ્‍પિટલ ખાતે ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો છે. મૃતકોની ઓળખ મેળવવા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ લીમડી ઓનેસ્‍ટ હોટલ નજીક આ ઘટના બનવા પામી છે કે જેમાં રનીંગ કન્‍ટેનરમાં અચાનક જ બ્‍લાસ્‍ટ થતા આગ લાગી છે અને ડ્રાઈવર અને ક્‍લીનર બહાર નીકળે તે પહેલા જ આગમાં ભળતું થઈ ગયા છે અને ઘટના સ્‍થળ ઉપર બંનેના મોતની નીપજયા છે ત્‍યારે અચાનક જ આ ચાલુ કન્‍ટેનરમાં હવે આ કેવા પ્રકારનું કેમિકલ હશે કે પછી ડીઝલ હશે કે પછી પેટ્રોલ હશે તેની હજુ સુધી જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ આ ઘટનાને લઇ અને હાઇવે ઉપર લગભગ ચારેક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

ધંધુકા લીમડી વઢવાણ સહિતના ફાયર ફાઈટર ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા પરંતુ ઘટના સ્‍થળ ઉપર પહોંચે તે પહેલા જ આ કન્‍ટેનર ની આ કેટલી બધી વિકરાળ હતી કે કોઈપણ સંજોગોમાં કાબુમાં લઈ શકાય તેવા સંજોગો હતા નહીં જે ઘટના સ્‍થળ ઉપર ફાયર ફાઈટર ઓ પહોંચ્‍યા ત્‍યારે ડાઈવર અને ક્‍લીનર બંને આગમાં ખાખ થઈ ગયા હતા અને હજુ પણ આગના લબકારા ચાલુ જ હતા ત્‍યારે અંગેની જાણકારી મળતાની સાથે જ ઘટના સ્‍થળ ઉપર લીમડી પોલીસ પણ દોડી ગઈ હતી પરંતુ તે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કે કોઈપણ બચાવવાની કામગીરી શકે તેવી કોઈ પોઝિશન જ જોવા મળતી ન હતી ત્‍યારે આ ઘટના સ્‍થળ ઉપર અનેક વાહન ચાલકો પણ થંભી ગયા હતા.

મૃતકોની ઓળખ મેળવવા તથા કન્‍ટેનરમાં કયા પ્રકારનું કેમિકલ હતુ તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

(11:03 AM IST)