<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પ્રેમલગ્ન કરનાર ગોંડલના દેવડાની યુવતીનું માતા-પિતા સહિત ૧પએ અપહરણ કર્યુ

સમાધાનના બહાને ૪ કારમાં આવી યુવતીનું અપહરણ કરી જતા'તાને ખાંભા પાસે પોલીસની ગાડી જોઇ જતા ભાંડો ફુટયોઃ ૧પ સામે સુલતાનપુર પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૮ :.. ગોંડલના દેવડા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીનું માતા-પિતા સહિત ૧પ શખ્‍સોએ સમાધાનના બહાને આવી અપહરણ કરી લઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. અપહૃત યુવતીને લઇ જવાતી હતી ત્‍યારે ખાંભા ગામ પાસે પોલીસની ગાડી આવતા ભાંડો ફુટયો હતો.

દરમિયાન ખાંભા પાસે પોલીસની ગાડી આવતા અપહરણનો ભાંડો ફુટતા યુવતીએ ખાંભા પોલીસ મથક સમગ્ર હકિકત જણાવી હતી અને બાદમાં સુલતાનપુર પોલીસ મથકે આવી ફરીયાદ કરી હતી.

આ બનાવ અંગે સુલતાનપુર પોલીસે ગુન્‍હો દાખલ કરી તમામની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ આર. જે. જાડેજા ચલાવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ ગોંડલના દેવડા ગામે રહતી શાન્‍તીબેન અપૂર્વ મહેશભાઇ ગજેરા ઉ.ર૪ ધંધો ઘરકામ રહે. દેવડા ગામ તા. ગોંડલ એ આરોપી (૧) રમેશ છગનભાઇ સાવલીયા રહે. તાલકા તા. ખાંભા, (ર) રેખાબેન રમેશભાઇ સાવલીયા રહે. તાલડકા તા. ખાંભા, (૩) કિરણબેન વા-ઓ કમલેશભાઇ સુલગીયા રહે. અમદાવાદ, (પ) વિનુ કલ્‍યાણભાઇ સાવલીયા રહે. જામકા તા. ખાંભા, (૬) હરેશ ભોળાભાઇ સતાસીયા રહે. તાલકા તા. ખાંભા, (૭) કમળાબેન વા-ઓ પ્રફુલભાઇ સાવલીયા, રહે. તાલડા તા. ખાંભા, (૮) દયાબેન વા-ઓ દલપતભાઇ સાવલીયા રહે. તાલડા તા. ખાંભા, (૯) હસમુખ છગનભાઇ સાવલીયા રહે. તાલડા તા. ખાંભા, (૧૦) રમેશ સોમાતભાઇ જાદવ રહે. તાલડા તા. ખાંભા, (૧૧) ભરત હીમતભાઇ કુંભાણી રહે. પાટી માણસા તા. જાફરાબાદ, (૧ર) ભરત વાલજીભાઇ કુંભાણી રહે. ટીંબી તા. જાફરાબાદ (૧૩) હિતેષ નાગજીભાઇ સાવલીયા રહે. સુરત, (૧૪) મહેશ હીરજીભાઇ હીરપરા જાતે પટેલ ઉ.૩૬ ધંધો હીરા ઘસવાનો રહે. સુરત સંકલ્‍પ સોસાયટી, બી-૧, પ૦૪ શ્‍યામધામ મંદિર પાસે  સરથાણા જકાતનાકા તા. જી. સુરત, તથા (૧૮) અજાણ્‍યો માણસ જેના નામ આવડતા નથી. જોયે થી ઓળખી શકે છે. તેની સામે સુલતાનપુર પોલીસ મથકમાં અટક કરવા પર બાકી ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી આ કામના આરોપી નં. ૧ તથા ર ના પુત્રી હોય અને બે મહિના પહેલા ફરીયાદીએ તેમના માતા-પિતાની મરજી વિરૂધ્‍ધ ભાગી ને પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી આરોપી નં. ૧ થી ૧પ નાઓ એકસંપ કરી ગે. કા. મંડળી રચી ફરીયાદીના ઘરે જુદી જુદી જુદી ફોર વ્‍હીલ ગાડીઓમાં સમાધાન કરવાના બહાને આવી ફરીયાદીના ઘરમાં ગે. કા. અપપ્રવેશ કરી ફરીયાદીને તથા તેના પતિ તથા ઘના સભ્‍યોને ઢીકાપાટુનો મુંઢમાર માર મારી ફરીયાદીને બળજબરીથી વાળ પકડી ઢસડીને પોતાની સાથે ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતાં.

(11:55 AM IST)