તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
સૌરાષ્ટ્ર-કચ્છના જળમાર્ગોથી ડ્રગ્સ ઘુસાડવાની પેરવી પાછળ જુના લેન્ડીંગ એજન્ટો?
દરિયાકાંઠે વારંવાર રેઢા મળી આવતા ડ્રગ્સના પેકેટોનો ભેદ ઉકેલવાની તપાસ તેના મુળ સુધી પહોંચી શકતી નથીઃ ઇરાન-ઇરાક બંદર કાંઠે સસ્તા ભાવે વેચાતા ડ્રગ્સની હેરાફેરી કરીને અઢળક કમાણી કરી લેવાનો બદ્ઇરાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮: દંતકથારૂપે અવવઢવ ભરેલ અનુમાન ચર્ચીત હકિકત પ્રમાણે આજ પણ દેશહિત માટે ડેન્જર ચાર્લીના સર્વે ઉપરથી ઇશારો ચર્ચામાં રહેલ છે. પર્દાફાશ થવો ઘણો મુશ્કેલ છે. ગુજરાત સરકારના શાસનમાં એક મહત્વનું સ્થાન ધરાવતી વ્યકિત ચર્ચામાં રહેલ છે. કઇ વિશેષ તપાસ થાય અને આગળ વિસ્ફોટક હકિકત બહાર આવે તે પહેલા સદાને માટે ચર્ચીત કર્ણોપકર્ણો ચર્ચા મુજબ કાયમને માટે આવતા સારા દિવસોમાં શીર નિંદ્રામાં પોઢી ગયેલ છે. સ્થાનીક કુખ્યાત હાલ નિવૃત લેન્ડીંગ એજન્ટ સહેલાઇથી દુબઇ સરકી ગયેલ. ઘણો લાંબો સમય દુબઇ રહીને પણ ઇશારે કારોબાર ચલાવેલ. પરંતુ કાર્ય પધ્ધતી બદલી પરંતુ કારો કારોબાર ચાલુ રહેલ. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ લેન્ડીંગ એજન્ટે તમામ ખર્ચ ઉપાડેલ અનેક રહસ્યમય ચર્ચા રહેલ. ડોન દાઉદનું કનેકશન પરોક્ષ અપરોક્ષ ચર્ચામાં છે. દંતકથા કાંઇક સમર્થન કરે છે. પરંતુ રેકર્ડ સમર્થન કરતુ નથી.
પુર્વ સરકારમાં કારા કારોબારનું શાસન તો હતુ અનેક તે કાળા કારોબારનો વિસ્તૃત અહેવાલ સમય આંતરે રાષ્ટ્રના હિતમાં પત્રકારના માધ્યમથી ઇશારો કરેલ છે. પરંતુ તેની અસર અહિવત હતી. પરંતુ તે સમયે સુવર્ણ યુગ ધીમો પડેલ અને ચાંદીની પાટોનું કન્સાઇન્ટમેન્ટ આવવા લાગે છે.
જો કે સને ૧૯પ૬ના સુવર્ણ આવવાની શરૂઆત થયેલ અને સિક્કા યાને ગિન્નીના સ્વરૂપમાં આવતુ મુખ્ય લેન્ડીંગ પોઇન્ટ ગોસાબારા અને ૧૯પ૬ થી ૧૯૬૭ સુધીનો સમયગાળામાં સુવર્ણ ગીનીનો યુગ હતો અને સાથોસાથ વર્તમાન બારમાસી જેટ્ટી બંદરથ મિયાણી બ્રહ્મા મંદીર સુધી પટ્ટી પર ચાંદીની પાટોના લેન્ડીંગો માટે જીવં કરેલ તેમાં પણ મહત્વપુર્ણ લેન્ડીંગ પોઇન્ટ ખીમેશ્વર કુછડી કાંટેલા, વિસાવાડા મુળ દ્વારકા મિયાણી રહેલ. તેમાં પણ સહવિશેષ ખીમેશ્વર કુોછડી જીવંત રહેલ તે સમયે કસ્ટમ્સનું અસ્તીત્વ ન હતું. પોલીસ હકુમત અને તેનું કાર્યક્ષેત્ર હતુ. સને ૧૯૭૦ની સાલથી કસ્ટમ્સનું કાર્ય અસ્તીત્વમાં આવેલ. તે પહેલા પોલીસ હકુમત હતી. કુછડી વિસાવડા મુળ દ્વારા પાસે ચાંદીની પાટો ભરેલ વહાણ કિનારે ચડી ગયેલ તુટતા બિનવારસ હોતા લુંટ થયેલ. તેમાં ચારથી પાંચ વ્યીકત ચર્ચામાં રહેલ. જે તે સમયમાં બગવદર પોલીસમાં જવાબદાર અધિકારીશ્રી ફરજ બજાવતા વધારી ધારી ચર્ચામાં રહેલ. જે ચાંદીની પાટો બગવદર પોલીસ કબ્જે કરેલ. જે પોરબંદરની સબ તિજોરીમાં મુદામાલ તરીકે કોર્ટના હુકમથી જમા લેવાયેલ. માલીક તરીકે ટકનીકલ મુદાથી માલીકી હક્કે કોર્ટમાં દાવેદારી નોંધાવેલ જે પ્રકરણ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલ વિસાવાડા મુળ દ્વારકાની આ વ્યકિતએ પોતાના ખેતરોમાંથી પાટ મળેલ જુની છે. તેવો દાવો દાખલ કરેલ. તેમાં ન્યાયકિય રીતે જીત થઇ.
એકાદ બે વાર ઘેડ વિસ્તારનો સમુદ્ર કિનારે આવેલ બળેજ ગામે લેન્ડીંગ થયેલ. આખી બળેજથી માધવપુર-આંત્રોલી ફાટક સુધીની જીવંત રહેલ. જે જીવંત ગણાતા ગોસાબારાની પટ્ટી સેન્ટર હાલ વર્તમાન સ્થિતિ પુર્વ સને ૧૯૮પ-૮૬ની દાણચોરીની પ્રવૃતી વધી. માત્ર ચાંદીની પાટો નહી પરંતુ મોતનોસામાન આરડીએકસ હથીયારોની ઘુસણખોરી વિગેરે સંવેદનશીલતા ભરેલ લેન્ડીંગ થતું સોમાલીયાથી અલગ પડેલ. સ્ટીમર બિનવારસુ તરીકે પોરબંદરના અરબી સમુદ્રમાંથી લાવવામાં આવેલ. સર્ચ થયું પરંતુ પડદો પડી ગયેલ. ત્યારથી સરકારે ગંભીરતા ભરેલ નોંધ લીધી નથી. સને ૧૯૮૪ની સાલમાં મેમણવાડામાંથી નુરી ગેંગનું ફેરા કૌભાંડ ઝડપાણું. ખુફીયા રેડીયો સ્ટેશન ઝડપાણું હતું.
હાલ વાસ્તવિક માટે સુરક્ષા એજન્સી કાર્યરત છે. પરંતુ તે સરકારની અસર નીચે હોય છે. સમજદારી રાખવી પડે. સ્વતંત્ર કામગીરી માટે ? છેલ્લા બે વરસમાં ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દેશના સૌથી મોટી જળવિવાહ વિસ્તારમાંથી કરોડો રૂપીયાનો માદક પદાર્થ બે વરસમાં ઝડપાણો છતા પણ ડ્રગ્સ માફીયાઓ સક્રિય બન્યા.
તાજેતરમાં દ્વારકા-ઓખાના અરબી સમુદ્ર કિનારેથી બિનવારસુ તેમજ કચ્છના અરબી સમુદ્રમાંથી બિનવારસુ ન ધણીયાતી હાલતમાં તેમજ પોરબંદર ઓડદર નજીકના સાગર કાંઠા વિસ્તારનાઅ પટ્ટમાંથી ચરસના પેકેટ પાણીમાં તરતા મળી આવેલ. પરંતુ જાણકારના કહેવા મુજબ દેશભકત દેશપ્રેમી જણાવે છે કે ઇરાક-ઇરાનમાં વિના રોકટોક સહેલાઇથી ચરસ વિગેરે માદક પદાર્થ મળી રહે છે. જે બંદર (પોર્ટ) પર ધંધો મોટે ભાગેખાસ કરીને મહિલાઓ દ્વારા ચરસ અને અન્ય માદક પદાર્થ વેચાણ થાય છે. કોઇ પ્રતિબંધ નથી જે રીતે આપણે ત્યાં શાકભાજી મળે તે રીતે વેચાય છે. જેથી ત્યાં કિંમત સસ્તી રહે નવી પધ્ધતી મુજબ બિનવારસુ પેકેટ દરીયામાં વામીયાને ફેંકી દેવામાં આવે છે. તેની પાછળ સંક્ષા હોય છે. મત્સ્યમારો જેવી હોડી રહે છે. બેક વરસ આસપાસ કચ્છના દરીયામાં યામી યાને ફેંકી દેવાયેલ ચરસના કચ્છના અખાત મુંદ્રા બંદરથી લઇ ગુજરાતના પોરબંદર વિસ્તારના સાગર કાંઠાના વિસ્તારો, માધવપુર-માંગરોળ સુધી તરતા મળી આવેલ. થોડો સમય આ પ્રવૃતિ પર રોક યાને અટકાયત રહી પરંતુ પુનઃ શરૂ થયેલ છે. એટલુ જ નહી પરંતુ પુનઃ દેશભકત-દેશપ્રેમીઓ પોરબંદરના ડેન્જર-ચાર્લી અને દેવભુમી દ્વારકાના રોબર્ટ રોઝીનો ઇશારો ધરાવે છે. પોરબંદર સમુદ્રીય વિસ્તાર ડ્રગ્સ પ્લેન્ડર કલીયરીંગ દ્વારા રોકાયેલ વ્યકિતઓ કાર્યરત જે એક સામાન્ય વ્યકિતના સ્વરૂપે મળે છે.
દેશદ્રોહી ગદ્દારો કાળો કારોબારનો ધંધો કરનાર તથા દાણચોરીથી કિંમતી ધાતુ ઘુસાડનારનું ગણીત એવુ મંડાયેલ છે અને મંડાતુ જાય છે. વર્તમાન એનડીએ સરકારનું શાસન ઓકસીજન પર ચાલશે. અંદરો અંદરની ખેંચતાણ તેને લાભકર્તા બનશે. એજન્સી ઉંડા સુધી પહોંચવુ મુશ્કેલ છે. ઉપર છલ્લા જણાશે. સરકારના શાસનમાં દેશદ્રોહી ગદ્દારોને હુંફ અને પીઠ થાબડનાર સુધી પહોંચવુ સહેલ નથી કદાચ પહોંચી જવાય તો પર્દાફાશ થવો મુશ્કેલ છે તેવી ચર્ચા છે.
પોરબંદરનો સમુદ્ર કિનારા સિવાય અન્ય કિનારા સાનુકુળ નથી કારણ કે પોરબંદર બંદર સેન્ટર મધ્ય પોઇન્ટ પર છે. અક્ષાંશ-રેખાંશનુ ગણીત મુજબ પોરબંદર ર૧ં-૩૮ં ઉતર અક્ષાંશ પર તથા ૬૯ં -૩૭ં પુર્વ રેખાંશ પર આવેલ છે. જેથી જે બાજુ જવુ કે મુજરો મારવો હોય તો પોરબંદર કિનારો પથદર્શક જ ગણાય. મુખ્ય ભારતના સૌથી લાંબા ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરીયાઇ વિસ્તારમાં પોરબંદરનો જળ વિસ્તાર અરબી સમુદ્ર ૧૦૬ કિલોમીટરનો વિસ્તાર સેન્ટર પોઇન્ટ ગણાય. વિસ્તૃત કારોબાર અંશ વિગત પછી ફરી પુનઃ પોરબંદર અરબી સમુદ્ર વિસ્તાર સુવર્ણ ચાંદી માટે સક્રિય થવા જઇ રહેલ છે. નિવૃતીના આરે પહોંચેલ અને નિવૃતી ભોગવતા કુખ્યાત લેન્ડીંગ એજન્ટ પોતે નિષ્ક્રીય હોવાનો દેખાવ છે. યાને બગલા ભગત પરંતુ તેમના દુબઇમાં લાંબા સમય રહયા બાદ તેની ચેનલને સક્રિય કરી રહેલ છે. અંશરૂપ સક્રિય થઇ ગયેલ છે.
હાલ તુરત સોનાના બિસ્કીટ આવવાનું શરૂ કરાશ. એક દેશભકતો જણાવે છે કે મીટરીયાની એક ખેપ યાને કન્સાઇન્ટમેન્ટ નજીકના દિવસોમાં એટલે કે લોકસભાની ચુંટણીના સમય ગાળામાં જ નીકળી ગયું. જે મીટરીયા દ્વારા પસાર થયું તેનું પગેરૂ મુંબઇ કન્સાઇન્ટમેન્ટ ઉતારી મીટરીયા મારફત મુંબઇ પહોંચતુ કરવામાં આવેલ છે. અત્રે લઘુમતી કોમનો કર્ક રાશી ધરાવતી વિગતે ઓપરેશન મુંબઇ હેમખેમ પહોંચતુ કર્યાનું દંતકથામાં ઇશારો છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
