તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
બાલવાટિકામાં ૨૬, આંગણવાડીમાં ૪ કન્યા અને ધોરણ ૧માં ૪ ભૂલકાઓએ પા..પા.. પગલી માંડી
અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાએ અકાળા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ કરાવ્યો ધો. ૯માં ૧૧ કન્યા, ૧૧ કુમાર સહિત ૨૨ બાળકોને શાળામાં સહર્ષ આવકાર

અમરેલી તા. ૨૮ : દેશની વિકાસ પ્રક્રિયામાં શિક્ષા ક્ષેત્રનો ખૂબ મોટો અને મહત્વનો ફાળો છે. કન્યા કેળવણી થકી શ્રેષ્ઠ સમાજની સાથે શ્રેષ્ઠ વિકસિત રાષ્ટ્રના નિર્માણનું સોનેરી સ્વપ્ન સાકાર થાય છે. કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાના બીજા દિવસે અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ અકાળા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧ના ભૂલકાંઓને પ્રવેશ કરાવ્યો હતો. આંગણવાડીમાં ૪ કન્યા અને ધોરણ ૧માં કુમાર-કન્યા સહિત ૪ ભૂલકાંઓએ હર્ષભેર પા પા પગલી માંડી, ધોરણ ૯માં ૧૧ કન્યા, ૧૧ કુમાર સહિત ૨૨ બાળકોએ શાળા પ્રવેશ કર્યો હતો. પ્રવેશપાત્ર સૌ ભૂલકાંઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળામાં વિવિધ પ્રકારે પોતાનું ઙ્કફુલ નહિ તો ફુલની પાંખડીઙ્ઘ સ્વરુપ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાનાં પટાંગણમાં સરપંચ શ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજયમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો છે. અકાળા પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ કાર્યક્રમમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો, બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
