તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ગોંડલના દેરડી (કુંભાજી)માં રવિવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
રક્તદાન કેમ્પ, વિનામૂલ્યે દંતયજ્ઞ, પંચકર્મ કેમ્પ, સુવર્ણપ્રાશન કેમ્પ, નેત્રયજ્ઞ કેમ્પ, અને આયુર્વેદ કેમ્પનું ભવ્ય આયોજન

(ભીખાભાઇ પટેલ દ્વારા) દેરડી(કુંભાજી)તા.૨૮ : સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ગુરુમંદિરમાં પૂજ્યશ્રીની મંગલમૂર્તિ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી પરમહંસ સંન્યાસ આશ્રમ બાદલપુર રોડ, દેરડી (કુંભાજી),તા. ગોંડલ, જિ. રાજકોટ. ખાતે તા.૨૯, ૩૦ - જૂન -૨૦૨૪ ને શનિ, રવિવારનાં કરવામાં આવેલ છે. સાથોસાથ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ - ટીંબીનાં લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાશે.
તા.૨૯ ને શનિવારે ગુરુમૂર્તિનો ૧૦૮ દ્રવ્યોથી અભિષેક કરાશે. સાંજે ૪.૩૦ કલાકે ધૂન-સંકીર્તન સાથે દેરડી ગામની ભાગોળે ભવ્ય શોભાયાત્રા નીકળશે. અને સાંજે ૭.૩૦ કલાકે મૂર્તિને ધાન્યાધિવાસ કરાવી સાયં આરતી કરાશે. તા. ૩૦ ને રવિવારે સવારે ૮.૦૦ કલાકે રક્તદાન કેમ્પ, પંચકર્મ કેમ્પ, નેત્રયજ્ઞ કેમ્પ, સુવર્ણ-ાશન કેમ્પ, દંતયજ્ઞ તથા આયુર્વેદ કેમ્પનો શુભારંભ થશે. દંતયજ્ઞ કેમ્પમાં રાજકોટના ડો. ભરતભાઈ વ્યાસ વિનામૂલ્યે જાલંધરબંધ યોગપદ્ધતિથી દાંત કાઢી આપશે તેમજ દાંતનાં અન્ય રોગોની સારવાર પણ કરી આપશે તથા દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
આયુર્વેદ કેમ્પમાં રાજકોટના ડો.ધવલભાઈ મકવાણા અને તેમની ટીમ વિનામૂલ્યે આયુર્વેદ પદ્ધતિથી પાચનતંત્રનાં રોગો અને ચામડીનાં રોગો તેમજ અગ્નિકર્મ થેરાપી વડે સાંધાનાં દુઃખાવાની સારવાર કરી આપશે.
૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને સુવર્ણપ્રાશન(ટીપા) પીવડાવવામાં આવશે. નેત્રયજ્ઞ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટનાં ડોક્ટરોની ટીમ આંખનાં દરેક રોગોનું નિદાન કરી આપશે તેમજ આંખનાં મોતિયાનાં દર્દીઓને રાજકોટ ખાતે ઓપરેશન કરાશે.
આ પ્રસંગે ધર્મસભા- સત્સંગ સમારોહમાં સવારે ૯.૦૦ કલાકે દીપ પ્રાગટય બાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિમય દિવ્ય અમળતવાણીનું રસપાન કરાવશે. ત્યારબાદ દાતાશ્રીઓનાં સન્માન અને મહાનુભાવો પ્રાસંગિક વક્તવ્યો પણ આપશે. આ પ્રસંગે ઘનશ્યામભાઈ સીતાપરા (R.S.S.) (સામાજિક સદ્ભાવ સંયોજક - ગુજરાત પ્રાંત) ગૌસંવર્ધન અને ગાય આધારિત પ્રાકળતિક ખેતી વિશે ઉદ્દબોધન કરશે. બપોરે ૧૨.૩૯ કલાકે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પૂ. સ્વામી શ્રી ભોલાનંદજી તથા પૂ. સ્વામી શ્રી સદાનંદજીનાં હસ્તે ગુરુમૂર્તિની દિવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા તેમજ મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ઉપસ્થિત તમામ ધમપ્રેમી જનતાને સમૂહ ભોજન મહાપ્રસાદ કરાવવામાં આવશે.
લાઈવ પ્રસારણ આશ્રમની યુ-ટયુબ ચેનલ ‘‘ગુરુ સાન્નિધ્ય'' (GURU SANNIDHYA') પર પ્રસારિત કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દેરડી (કુંભાજી) ગામ સમસ્ત સર્વે ધર્મપ્રેમીજનોને નિમંત્રણ પાઠવેલ છે.
વધુ માહિતી માટે મો. ૯૮૭૯૯ ૬૨૬૪૫ મો. ૯૭૨૬૭ ૩૬૮૯૯ મો. ૭૯૮૪૫ ૫૮૩૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
