તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
જામનગરના મોટા પાંચ દેવડા, નિકાવામાં દોઢ, નવાગામમાં ૧ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જેમાં કાલાવડના મોટા પાંચ દેવડા અને નિકાવામાં દોઢ ઇંચ તથા નવાગામમાં એક ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત ખરેડીમાં પોણો ઇંચ તથા હડીયાણા, બાલંભા, પીઠડ, મોટા વડાળા, વસઇમાં અડધો દ્વારા વરસાદ પડયો છે.
જયારે મોડપર, હરીપર, પડાણા, વાંસજાળીયા, પડાણા, સમાણા, ભલસાણ બેરાજા, દરેડ, લાખા બાવળમાં ઝાપટા પડયા છે.
છેલ્લા ર૪ કલાકમાં જોડીયામાં અડધો ઇંચ, ધ્રોલમાં પોણો ઇંચ, કાલાવડ અને લાલપુરમાં ઝાપટા પડયા છે.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન ર૮, મહતમ તાપમાન ૩૪.પ, ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ગતિ પ.૮ કિ.મી. રહી હતી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
