તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
મોરબીમાં દરોડાઃ ચાર ગેસ એજન્સીઓમાં ગોલમાલ મળી
ગાંધીનગરની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારીનું સંયુકત ઓપરેશન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૮: મોરબીમાં લોલમલોલ ચાલતી ગેસ એજન્સીઓ ઉપર ગાંધીનગરની ટિમ અને જિલ્લા પુરવઠા અધિકારીએ સંયુક્ત રીતે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં ચાર એજન્સીઓની ગોલમાલ બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિગતો અનુસાર નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર અને જિલ્લા પુરવઠા કચેરી, મોરબીની તપાસ ટીમે ગેસ એજન્સીઓ અને દુકાનો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં રાધે ગેસ એજન્સીમાંથી ૧૭૫ સિલિન્ડર મળી કુલ રૂ. ૨,૨૩,૫૨૦ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. કાવ્યા ગેસ એજન્સીમાંથી ૪૩ સિલિન્ડર મળી રૂ. ૬૦,૦૩૦ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
ભગવતી એન્ટરપ્રાઇઝમાંથી ૧૫૧ સિલિન્ડર સહિત રૂ. ૧,૯૭,૦૫૦ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં ૫ કિલો નેટ વજનના ૧૫૫૩ કોમર્શિયલ સિલીન્ડરની ઘટ મળી છે. જેથી તેને રૂ. ૭ લાખથી વધુનો દંડની ફટકારવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર અને અનઅધિકળત રીતે ગેસનો વેપલો કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ કાર્યવાહીમાં જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીની ટીમ રોકાયેલ હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
