<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પોરબંદરમાં નવા કાયદા અંગે માર્ગદર્શન

  પોરબંદરઃ કમલાબાગ પો. સ્‍ટે. ખાતે ૧ લી જુલાઇ -ર૦ર૪ થી અમલીકરણમાં આવનાર નવા કાયદા તથા ગુજરાત નાણા ધિરધાર અધિ. ર૦૧૧ તથા મહિલા જાગૃતિ અંગે પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી બી.યુ. જાડેજા સા.નાઓની અધ્‍યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી બગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તથા શહેરના એ.એસ.પી.શ્રી સાહિત્‍ય વી. તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશન પો. ઇન્‍સ. આર. સી. કાનમીયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં લોકદરબારનું આયોજન કરેલ હતું. પ્રાંતના એસ.ડી.એમ. એસ.એ. જાદવ  તથા નગર પાલીકાના પ્રમુખ ચેતનાબેન તિવારી તથા સરકારી વકીલ એસ.બી. જેઠવા તથા એસ.બી. પરમાર તથા એમ.બી. જાડેજા તથા પોરબંદર શહેરના તમામ સમાજના આગેવાનો તથા શહેરના લોકો હાજર રહ્યા હતા. શહેર પોલીસ મદદનીશ અધિ. દ્વારા અમલીકરણમાં આવનાર નવા કાયદા અંગે પી.પી.ટી. દ્વારા હાજર રહેલ સર્વે ને યોગ્‍ય માર્ગદર્શન આપેલ તથા નવા કાયદા અંગે અવગત કરેલ. લોક દરબાર યોજાયો તે તસ્‍વીર. (તસ્‍વીર : પરેશ પારેખ, પોરબંદર)

(1:47 PM IST)