તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
હોટલમાં જમતી વેળા ભુલથી બીજાની લઇ ગયેલ બેગ જુનાગઢ પોલીસે શોધી મુળ માલિકને સોંપી

જુનાગઢ, તા. ર૮ : અરજદાર સનીભાઇ બુંદેલા જૂનાગઢના વતની હોય, અને જૂનાગઢ કોટક બેન્કમાં નોકરી કરતા હોય. સનીભાઇ બસ સ્ટેશન પાસે આવેલ પટેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ હોય. સનીભાઇ જમીને પરત ફરતા હોય ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમનું અગત્યના ડૉકયુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ત્યાં ના હોય જે બેગમાં કોટક બેન્કના અગત્યના ડોકયુમેન્ટ્સ તથા બેન્કના ચેક તથા અન્ય જરૂરી સામાન હોય. સનીભાઇએ ત્યાં આજુબાજુ તપાસ કરેલ પરંતુ બેગ મળેલ નહિં. સનીભાઇએ હોટલમાં પણ વાત કરી પરંતુ બેગ મળી આવેલ નહિ
મુખ્ય મથકના ઇચા. ડી.વાય.એસ.પી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ સુખદેવભાઇ કામળીયા, ગીરીશભાઇ કલસરીયા, અંજનાબેન ચવાણ, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ફૂટેજની મદદથી ચેક કરતા સનીભાઇનું બેગ એક અજાણી વ્યક્તિ દ્વારા લઇને જતા હોવાનું ધ્યાને આવેલ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ ઝાંઝરડા ચોકડી તરફ ઓટો રિક્ષામાં બેસી જતા હોય તેવુ જાણવા મળેલ જે આધારે તે ઓટો રિક્ષાના રજી નં. GJ-11-UU-7336 શોધેલ.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે અજાણ્યો વ્યક્તિ તે ઓટો રિક્ષામાં જ બેસેલ હોય અને તે વ્યક્તિની પૂછપરછ કરતા તે વ્યક્તિએ જણાવેલ કે તે વ્યક્તિ પણ ત્યાં હોટલમાં જમવા ગયેલ હોય અને તેમનું બેગ સનીભાઇના બેગ જેવું જ હોય જેથી તેઓ ભુલથી પોતાનું બેગ સમજી લઇ ગયેલ હોય અને તે બેગ તેમની પાસે જ હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સનીભાઇ બુંદેલાનું બેન્કના અગત્યના ડોકયુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત આ રીતે પરત કરેલ હતું.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
