News of Friday, 28th June 2024
સાતડા ગામની શાળા ભુલકાઓની કિલકારીઓથી ગુંજી ઉઠી
શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી : કલેકટર પ્રભવ જોષીના હસ્તે બાળકોને કીટ વિતરણ : ગ્રામીણ પ્રશ્નો અંગે પણ ચર્ચા

રાજકોટ : સાતડા ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કરેલ તેમજ ગામના રસ્તા અને પાણીના પ્રશ્નો અંગે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. ધો.૧ અને બાળ વાટીકાના ભુલકાઓને પ્રવેશ આપવા યોજાયેલ આ સમારોહમાં કલેકટરશ્રી, ટી.ડી.ઓ.શ્રી, શાળાના આચાર્યશ્રી, મામલતદારશ્રી વગેરે ઉપસ્થિત રહેતા નાના બાળકોના હસ્તે તેમનું સ્વાગત કરાયુ હતુ. સમગ્ર શાળા પરિસર સાથે ગામમાં ઉત્સાહભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ડીમ્પલબેન હેરભા, સરપંચ વાલાભાઇ, માજી સરપંચ ભીખાલાલ પાંઉ, મધ્યાહન ભોજન શાળાના કોમલબેન તેમજ ટી.ડી.ઓ. ગ્રામજનો અને શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
