<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

આટકોટ પાસે કારમાં ૮૮૮ બોટલ દારૂ સાથે બે શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

ફોરચ્‍યુનર કારમાં દારૂની હેરાફેરી થતી'તીઃ ૨૩.૪૫ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૮: આટકોટ પાસે રૂરલ એલસીબીએ વોચ ગોઠવી ફોરચ્‍યુનર કારમાંથી ૮૮૮ બોટલ દારૂ સાથે રાજસ્‍થાનના બે શખ્‍સોને ઝડપી લઇ ૨૩.૪૫ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડ એ  ડી.જી.પી. ેની પ્રોહી ડ્રાઈવ સબબ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા ની રાહબરી હેઠળ પો.સબ.ઇન્‍સ. ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્‍સ. એચ.સી. ગોહીલ માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ. દિવ્‍યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા તથા પો.કોન્‍સ.ભોજાભાઈ ત્રમટા સંયુક્‍ત બાતમી હકિકત આધારે માટકોટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર આટકોટ ગોડલ રોડ પરથી ફોરચ્‍યુનર ફોરવ્‍હીલ કારમાંથી (૧) નરેશકુમાર પહાડજી પુરોહિત રહે.સાંચોર નહેરૂ કોલોની જી.સાંચોર રાજસ્‍થાન તથા (૨) ગુલાબખા અનવરભાઈ મુસ્‍લા રહે. પાનસલા તા.જી. સાંચોર રાજસ્‍થાનને અલગ અલગ બ્રાન્‍ડની ૭૫૦ માપની બોટલો નંગ-૮૮૮ કિ.રૂ. ૩,૧૦,૮૦૦/-, ફોરચ્‍યુનર ફોરવ્‍હીલ કાર નંગ ૧ કી.રૂ. ૨૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૩ કી.રૂ. ૩૫,૦૦૦ મળી કુલ મુદામાલ કી રૂ. ૨૩,૪૫,૮૦૦/- સાથે પકડી પાડી બંન્નેને આટકોટ પોલીસને હવાલે કર્યા હતા. આ કામગીરીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઈ. અનીલભાઈ બળકોદીયા, બાલક્રુષ્‍ણભાઈ ત્રીવેદી, પો.હેડ.કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ ગોહીલ, અનીલભાઈ ગુજરાતી, ધર્મશભાઈ બાવળીયા, મથુરભાઈ વાસાણી, તથા તેના ડ્રા.પો.કોન્‍સ. અબ્‍દુલભાઈ શેખ જોડાયા હતા.

(2:52 PM IST)