હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલાતા.૨૮ : સાવરકુંડલા નગરપાલિકાના સેનિટેશન વિભાગના તમામ સફાઈ કામદારો પોતાની વિવિધ પડતર માગણીઓ સંબંધે ત્રણ દિવસથી હડતાલ પર ગયા હતા અને ત્રણ દિવસથી શહેરમાં સફાઇ કામ ઠપ થઈ ગયું હતું
હડતાલ સમેટવા પાલિકા સત્તાવાળાના ત્રણ દિવસના સતત પ્રયાસો બાદ આજે બપોરે સફાઈ કામદાર આગેવાનો સાથે તેમની આંશિક માગણીઓ સંતોષતા હડતાલ નો અંત આવ્યો છે અને આવતીકાલથી તમામ કામદારો સફાઈ કામમાં લાગી જશે . સફાઇ કામદારોની હડતાળ સમેટવા પાલીકા પ્રમૂખ મેહુલ ત્રિવેદી , ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી સાથી સદસ્યો સાથે ચીફ ઓફિસર શ્રી બોરડ સતત પ્રયાસો કર્યા હતા ત્યારે આજે તેઓ સફળ થયા હતા અને હડતાલ નો અંત આવ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM