<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા મૌન રેલી

(દીપક જાની દ્વારા)  હળવદ,તા. ૨૯: ઐતિહાસિક સામતસર તળાવમાં ગેરકાયદેસર  ઝાળ બિછાવી ને માછીમારી થતી હોવાના અહેવાલો બાદ ગઈકાલે બપોરે વિશ્વ હિન્‍દૂ પરિષદ, બજરંગદળ, વેપારી મહામંડળ, કરણી સેના અને ચેમ્‍બર ઓફ કોમર્સના વેપારી આગેવાનો તળાવ ખાતે દોડી ગયા હતા અને માછીમારીની જાળો હટાવી અનેક માછલીઓને તળાવમાં મુક્‍ત કરી પોલીસ અને પાલિકા તંત્રને તળાવ ખાતે બોલાવી આગામી ૪૮ કલાકમાં હળવદ શહેરમાં ધમધમતી માંસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ કરાવવા માંગ કરી અન્‍યથા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્‍ચારવામા આવી હતી.

બીજી તરફ ગઈકાલે રાત્રે શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્‍દુ સંગઠનો દ્વારા આ બાબતે એક બેઠક પણ રાખવામાં આવી હતી. જેમાં સાધુ- સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિહિપ, બજરંગદળ, વેપારી મહામંડળ, ચેમ્‍બર ઓફ કોમર્સ, કરણી સેના સહિતના સંગઠનો દ્વારા નક્કી કર્યા મુજબ શનિવારના રોજ લક્ષ્મીનારાયણ ચોકથી વિશાળ મૌન  રેલી કાઢી મામલતદાર કચેરી સુધી નીકળશે. બાદમાં મામલતદારને આવેદન આપવામાં આવશે.

(9:57 AM IST)