<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પોરબંદર જિલ્લામાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ

પોરબંદર,તા. ૨૯: અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી રાજેન્‍દ્રસિંહ એમ. રાયજાદા દ્વારા પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદરના પત્ર અન્‍વયે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીને મળેલ સતાની રૂએ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ હેઠળ સમગ્ર પોરબંદર જિલ્લાના સામેલ પરિશિષ્ટ-૧ મુજબના વિસ્‍તારોને રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરવા ફરમાવ્‍યું છે.રેડ ઝોન વિસ્‍તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

યલો ઝોનમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ જાહેરનામું દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યકિત ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(10:00 AM IST)