<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પૂ. જલારામબાપાના પૂ. વિરબાઇમા સાથે વૈશાખ સુદ ત્રીજના સવંત ૧૮૭૮માં લગ્ન થયા'તા : સુરેન્‍દ્રનગરના નિકુલ બારોટજી

પૂ. વિરબાઇમાની પુણ્‍યતિથી સવંત ૧૯૩૩ની કારતક વદ નોમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : રઘુવંશી સમાજના બારોટજી સુરેન્‍દ્રનગરના નિકુલજી બારોટજીએ ગત તા. ૬-૧૨-૨૦૨૩ના કારતક વદ નોમના દિવસે આટકોટ પૂ. શ્રી વિરબાઇ માંના જન્‍મ સ્‍થાને પોતાના ચોપડા લઇ આવી વાંચી બતાવી ઉલ્લેખ બતાવેલ અને પૂજ્‍યશ્રી વિરબાઇ માંને પૂજા પ્રાર્થના અને વંદના સ્‍તુતી કરી હાજર રહેલ તમામ રઘુવંશી ભાઇઓ-બહેનોને ભાવવિભોર કર્યા હતા.

પૂ. વિરબાઇ માંનો જન્‍મ સવંત ૧૮૬૨ મહાસુદ પાંચમ આટકોટમાં પ્રાગજીભાઇ દેવરાજને ત્‍યાં થયો હતો. વિરબાઇના લગ્ન પૂ. જલારામબાપા પ્રધાનજી ચાંદ્રાણી સાથે સવંત ૧૮૭૮ વૈશાખ સુદ ત્રીજના થયેલ તેમજ પૂ. વિરબાઇ માંની પુણ્‍યતિથી સવંત ૧૯૩૩ કારતક વદ નોમની છે.

વિરબાઇ માંના આટકોટ સ્‍થાને હાલ વહીવટ કરતા બટુકભાઇ સોમૈયા જેના મો.નં. ૯૪૨૮૨ ૬૧૦૫૭ છે અને હાલ રઘુવંશી સમાજના બારોટજીના ચોપડા નિકુલજી બારોટજી પાસે છે. જેના મો.નં. ૯૯૧૩૬ ૭૯૩૬૯ છે. તેઓની એપોઇમેન્‍ટ લઇને જ રઘુવંશીભાઇએ મળવું તેમ યાદીમાં જણાવાયું છે.

(10:31 AM IST)