<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

મોરબી પાલીકાએ કરોડોના ખર્ચે નવો રોડ બનાવવામાં ભૂગર્ભની કુંડી બૂરી નાખી

હવે ભૂગર્ભ ભરાઇ જતા રોડ તોડી કુંડી શોધવા મથામણ : ભૂલ પાલિકાની અને ખર્ચો પ્રજા માથે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે મોરબી પાલિકાથી લઈ રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક સુધી નવો મજબૂત સિમેન્ટ રોડ બનાવવાના કામમાં કોન્ટ્રાકટર અને પાલિકાના બાહોશ અધિકારીએ ભૂગર્ભની કુંડીઓ બુરી નાખતા હવે આ ભૂગર્ભ ભરાઈ જતા રોડ તોડવાની નોબત આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં પાલિકા તંત્ર આયોજન વગર ઢંગધડા વગરના કામો કરી રહી હોવાથી પ્રજાનો પૈસો રીતસર વેડફાઈ રહ્યો છે, રવાપર રોડ સિમેન્ટથી મઢવા પાછળ કરોડોનો ખર્ચ થયો છે ત્યારે હવે ભૂગર્ભ ગટર શોધવા રોડમાં ખોદકામ કરી બાદમાં થાગડ થીગડ કરવામાં આવશે આથી રોડની મજબૂતાઈ ઘટી જવાની શક્યતા છે આ સંજોગોમાં આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને બેદરકાર રહેનાર સુપરવિઝન સંભાળનાર અધિકારીઓ વિરૂદ્ધ પણ પગલાં ભરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

(11:33 AM IST)