<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

સાયલાના ડોળીયા ગામે સગર્ભા ભાવીનાબેન ડોડીયાનું વિજકરંટથી મોત

કપડા સુકવતી વખતે ઓરડીનો લોખંડનો દરવાજો ખોલવા જતાં તાર તૂટીને પડ્યો હોઇ તેના કારણે ઝાટકો લાગ્યોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૯: સાયલાના ડોળીયા ગામે રહેતાં ભાવીનાબેન લક્ષમણભાઇ ડોડીયા (ઉ.વ.૩૩) નામના સગર્ભાનું ફળીયામાં કપડા સુકવતી વખતે વિજકરંટ લાગવાથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ભાવીનાબેન ગઇકાલે બપોરે કપડા સુકવી રહ્યા હતાં તે વખતે ઓરડીનો લોખંડનો દરવાજો ખોલવા જતાં તેમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડ્યા હતાં. તેમને સાયલા, ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો.  ભાવીનાબેનના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણીને સંતાનમાં ત્રણ પુત્રી છે અને હાલમાં પણ સગર્ભા હતાં.

ઓરડી પર વિજતાર તૂટીને પડ્યો હોઇ તેના કારણે લોખંડના દરવાજામાં કરંટ આવી ગયો હતો. આ દરવાજો ખોલવા જતાં ભાવીનાબેનને જોરદાર ઝાટકો લાગ્યો હતો અને બેભાન થઇ પડી ગયા હતાં. સારવારમાં દમ તોડતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના કેતનભાઇ, રામશીભાઇ સહિતે સાયલા પોલીસને જાણ કરી હતી.

(11:55 AM IST)