News of Saturday, 29th June 2024
સ્કુલના પ્રથમ દિવસે જ રસ્તામાં સાપ કરડતા ધ્રોલમાં ૭ વર્ષની નેન્સી ટોયટાનું મૃત્યુ
ઘરની પાછળ પહોંચતા જ સર્પદંશ : મોટી બહેન અને નાનો ભાઇ બહેન વિહોણા થતા અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૨૯ : ધ્રોલમાં ફુલ જેવી માસુમ બાળકી ને સાપ કરડી જતા મૃત્યુ થતાં અરેરાટી ફેલાઇ છે. સ્કુલના પહેલા દિવસે સ્કુલે જતી હતી ત્યારે તેમના ઘરના પાછળ પહોંચતા સાપ કરડી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્ય થયુ છે.
ધ્રોલના વાગુદડ રોડ પર આવેલ જુના રેલવે સ્ટેશન પાસે નેન્સી રાજુભાઈ ટોયટા ઉ.મ. ૭ વર્ષની બાળકીને ગઈકાલે સવારે સાપ કરડી જતા મૃત્યુ થયુ પ્રાથમિક વિગત અનુસાર ફુલ જેવી નેન્સી બે દિવસ પહેલા તો સ્કુલમાં બેઠી કન્યા કેણવણી મહોત્સવ નિમિત્તે શાળામા પ્રવેશ મેળવ્યાના બીજા દિવસે ધો -૧ ભણવા બેઠી જેનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. સ્કુલ જવા નિકળી હતી તેમના ઘરની નજીક પાછળ પહોંચતા સાપ કરડયોને તાત્કાલીક નેન્સીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોચે ત્યા તેમનુ મૃત્યુ થયુ ભારે અરેરાટી ફેલાઇ ગઈ છે. નેન્સી બીજા નંબરની દિકરી છે આનાથી એક મોટી બહેન અને એક નાનો ભાઈ છેે. નેન્સીના સાપ કરડવાથી દુઃખદ મૃત્યુ થતા પરીવારમા આક્રંદ ફેલાઇ ગયો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
