News of Saturday, 29th June 2024
ગારીયાધાર દોઢ, મોટા પાંચદેવડામાં ૧ ઇંચ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલ વાતાવરણ
કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ વરસતો હળવો વરસાદ : મેઘરાજા મહેર કરે તેવી આશા

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો ભારે વરસાદ વરસી જાય છે ત્યારે ગારીયાધારમાં દોઢ તથા જામનગરના મોટા પાંચ દેવડામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : કાલાવડના મોટા પાંચ દેવડાના પીઠડમાં પોણો ઇંચ તથા બાલંભા, વસઇ, ખરેડી, નવાગામ, જામનગર, જોડિયા, ધ્રોલ, કાલાવડમાં ઝાપટા પડયા છે.
બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૮.૪, મહત્તમ તાપમાન ૩૫.૩, ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ગતિ ૭ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર ચાલુ રહી છે. જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઇંચ, પાલીતાણા અને સિંહોરમાં એક-એક ઇંચ, જેસર, ભાવનગર શહેર અને તળાજામાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૬.૬ ડીગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
