તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાણાવાવના ભોદ વાડી વિસ્તારમાં ગેરકાયદે ૧૧ દબાણો હટાવાયા : ર૦૦ વિઘા જમીન ખુલ્લી કરી
સરકારી જમીન ઉપર આંબાના બગીચા બની ગયા હતાઃ ૩ જેસીબીથી તંત્ર દ્વારા ડીમોલેશન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: રાણાવાવના ભોદ ગામના વાડી વિસ્તારમાં જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતે પોલીસ બંદોબસ્ત જાળવીને સરકારી જમીન ઉપરના ૧૧ ગેરકાયદે દબાણો હટાવીને ૨૦૦ વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
રાણાવાવના ભોદ વાડી વિસ્તારમાં દબાણકારોએ વાડી વિસ્તારમાં દબાણકારોએ સરકારી જમીન ઉપર ગેરકાયદે આંબાના બગીચા બનાવી લીધા હતા. કેટલીક જગ્યાએ પાકા બાંધકામ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ૧૧ ગેરકાયદે પેશકદમીને ૩ જેસીબી દ્વારા હટાવી નાખ્યા હતા.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
