તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
સાવરકુંડલામાં કાયમી કરવાની લાલચ આપીને લાખોની ગેરરીતીનો સફાઇ કામદારોનો આક્ષેપ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૯: પાલિકા ના સફાઈ કામદારોને કાયમી કરવાના મુદ્દે પાલીકા ના સેનિટેશન વિભાગના કર્મચારી અને પાલિકાના સભ્ય પતિએ કાયમી કરવાના મુદ્દે ૨૪ લાખનો ભ્રષ્ટાચાર કર્યા નો સફાઈ કામદારોએ આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે. કરતા પાલિકાના રાજકારણમાં પામેલ હતો.
પાલિકાના પટાંગણમાં સફાઈ કામદારો દ્વારા ખુલ્લેઆમ કહેવામાં આવ્યું છે કે અમોને લાલચ આપી સેનિટેશન વિભાગના કર્મચારી નકુલભાઈ અને નગરપાલિકા સેનિટેશન વિભાગના ચેરમેન ના પતિ હેમંતભાઈ ગઢીયા આ બંને મળીને સફાઈ કામદાર ને રોજમદાર માટે કાયમી કરી આપવા માટે કુલ રૂપિયા ૨૪ લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ રોજમદાર સફાઈ કામદાર એ કર્યો હતો. જે માં એમાં સફાઈ કામદાર કપિલ ભાઈ જયંતીભાઈ શેલડીયા પાસેથી રૂપિયા ૭, લેવામાં આવ્યા છે ત્યારે બીજા અન્ય કર્મચારી પાસેથી રૂપિયા ચાર લાખ તેમજ બીજા કર્મચારી પાસે તો ૩,૦૦,૦૦૦ અને એકબીજા પાસેથી દોઢ લાખ એમ કુલ મળીને જુદા જુદા સફાઈ કામદારો પાસેથી રૂપિયા ૨૪ લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો સફાઈ કામદાર એ આપ્યો હતો.
આ અંગે સફાઈ કામદાર એમ પણ જણાવેલ હતું કે અમે કાયમી થવા માટે પૈસા આપ્યા છે છતાં પણ અમને કાયમી કેમ કરવામાં આવતા નથી એવી માંગ સાથે નગરપાલિકાના પટાંગણમાં સામુહિક સફાઈ કામદારો ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હતા. નગરપાલિકાના પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર આચરનાર સામે કાર્યવાહી ઁકરશે કે નહીં તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
