<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જુનાગઢમાં ગેરકાયદે નાણા ધીરનાર ૯૯ શખ્‍સો સામે ગુન્‍હો : પોલીસનું સર્ચ ઓપરેશન

જુનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં વ્‍યાજખોરો સામે ૩૮ ગુન્‍હા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા. ર૯:  જુનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધિરધારની પ્રવળતિ કરતા ઇસમો વિરુધ્‍ધ પોલીસેં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને  નાણાં ધિરધારની પ્રવળતિ કરતા કુલ- ૯૯ ઇસમોને ચેક કરી એક જ દિવસમાં કુલ-૩૮ ગુના દાખલ કરી વ્‍યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જુનાગઢ જીલ્લામાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયાની સુચના અન્‍વયે પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરી સામાન્‍ય પ્રજાજનો પાસેથી ઉંચા વ્‍યાજના દર વસુલતા ઇસમો તથા લાયસન્‍સ વિના નાણા ધિરધારની પ્રવળતિ કરતા ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી આવી ગેરકાયદેસર પ્રવળતિ પર અંકુશ લાવવા  રોજ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં વિશાલ કિશોરભાઈ માંડવીયા જાતે કોળી ઉ.વ.૨૬ રહે, જુનાગઢ વાંઝાવાડ પતરાવાળા ડેલામા રહીમાબેન ઉર્ફે સીમાબેન ઇમરાનભાઇ સોરઠીયા, રહે.જૂનાગઢ શબ્‍બીર ઉર્ફે લેવલબાપુરહે. જૂનાગઢ અરૂણભાઈ જીણાભાઈ દયાતર જાતે દરબાર (મહીયા) ઉ.વ.૫૬ રહે.જૂનાગઢ નાગર રોડ અર્જુનભાઇ ગોરધનદાસ ગોસ્‍વામી જાતે બાવાજી ઉ.૨૨ રે.જાંજરડા રોડ સાઇબાબા મંદીર ની સામેની ગલીમા ધીરૂભાઇ કારાભાઇ સીંધવ રહે. ધંધુસર ભરતભાઇ હરીયાણી સીધી રહે.ભાવનગર જેઠાભાઇ મેર રહે. ધંધુસર આકાશ હરવાણી સીંધી રહે. જુનાગઢ લાલબહાદુર શાષાી સોસાયટી, & પ્રતાપભાઈ મેર રહે.મધુરમ બાપુ પાન સામેની ગલી જુનાગઢ, કરણભાઇ મેર રહે. જુનાગઢ મધુરમ હાલ રહે. રાજકોટ, ચન્‍દ્રકાન્‍તભાઈ ઉર્ફે લાલો જેન્‍તીભાઈ અગ્રાવત જાતે બાવાજી ઉ.વ. ૪૦ ધંધો મકાન લે-વેચનો રહે.જુનાગઢ, કૌશિકભાઇ ઉર્ફે બાબા ધીરૂભાઇ કાલાવાડીયા, રહે, મધુરમ ગેટ મહારાજા એપાર્ટમેન્‍ટ જૂનાગઢ, અજયભાઈ સાજણભાઇ હુણ રબારી ઉ.વ.-૨૭ ધંધો-ડ્રાઇવીંગ રહે. વધાવી ગામ, બેંક વાળી ગલીમાં, તા.જી.જુનાગઢ, કરમણભાઇ લખમણભાઈ ખાંભલા રબારી ઉ.વ.૩૯ ધંધો-પશુપાલન રહે. સાબલપુર ગામ, પાણીના ટાંકા પાસે, તા.જી.જુનાગઢ, નિલેશભાઇ લખમણભાઈ હુણ રબારી ઉ.વ.-૨૬ ધંધો-માલઢોર રહે, વધાવી ગામ, રબારી ફળીમાં, તા.જી.જુનાગઢ, ધીરજલાલ હરીભાઈ કાછડીયા ઉ.વ.૭૪ રહે.વુંદાવન, સોસાયટી, વિસાવદર, બાધાભાઇ ઉગાભાઈ જળુ જાતે- કાઠી દરબાર ઉ.વ.- ૭૨ ધંધો- નુવ્રુત રહે- માલણકા ગામ તા.મેંદરડા, રાજેશ ઉર્ફે બુધો બાવાભાઈ વકાતર જાતે. ભરવાડ ઉ.વ. ૪૫ ધંધો. દૂધની ડેરી રહે.નવાગામ તા.જી. જૂનાગઢ, નવઘણભાઈ આલિંગભાઈ વાંક, જાતે.કાઠી દરબાર, ઉ.વ.૪૮, ધંધો ખેતી રહે.બીલખા, ધર્માલય રોડ તા.જી. જૂનાગઢ,,રવીભાઇ ભીખાભાઇ નાવદરીયા રહે,કેશોદ, ઓઘડભાઈ રાજાભાઈ ઓડેદરા રહે કેશોદ,,ઈશાન ભીખાભાઈ જોષી રહે.મુળ માંગરોળ હાલ જેલમાં, ક્રુષ્‍ણ ઉર્ફે કાના, વીકમભાઈ આહીર, પ્રવિણભાઇ મનસુખભાઇ વણપરીયા રહે.કેશોદ પીપલીયાનગર, હાર્દીકભાઇ ગોવીંદભાઈ પોકર રહે.કેશોદ હાલ રહે.ગોંડલ, ઘનશ્‍યામભાઇ દુર્લભજીભાઈ જોગી રહે,કેશોદ, શામજીભાઇ વીઠલભાઇ હીરાણી રહે.કેશોદ, અશ્વિન ઉર્ફે લાદેન અરજનભાઇ પીઠીયા,આહીર ઉવ.૩૬ ધંધો ખેતી રહે.માણાવદર ઠે.દ્વારકાપુરી સોસાયટી, કિશોર ઉર્ફે ભોલી ખુંબચંદભાઈ પોપટ જાતે સિંધી ઉવ.૩૩ રહે, બાંટવા તળાવ ગલી નં.૦૮ તા.માણાવદર, ગોપાલભાઈ બાલુભાઇ, વાળા, રહે. છાપરી ગામ, તા.વેરાવળ, જી.ગીરસોમનાથ, હાર્દીક રહે.કુકસવાડા ગામ, તા.માળીયા હાટીના, કિશોરભાઇ ચુડાસમા રહે,પંચાળા તા.કેશોદ, જય મામાઘણી ફાઈનાન્‍સ વાળા રાહુલભાઇ રામાભાઇ ચાવડા, જીતમાલભાઇ બાવલાભાઈ આછડીયા જાતે હાટી દરબાર ઉ.વ. ૨૭ ધંધો ખેતી રહે-વડાળા ગામ તા.માળીયા હાટીના જી જુનાગઢ, વિનેશ સોનાજીભાઈ ઘામેચા કોળી ઠાકોર ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે,-જુનાગઢ ઝાંઝરડા રોડ સ્‍વામી મંદિર પાસે મુળ ફતીપુર ગામ તા.દસાડા જી.સુરેન્‍દ્રનગર, ભરત મેરામભાઈ મકવાણા કોળી ઠાકોર ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે. જુનાગઢ ગ્રીન સીટી દાસારામ પ્રાઇમ-૨ ની બાજુમા, ચેતન ઉર્ફે દેવી કનૈયાલાલ વાસવાણી, સીધી ઉ.વ.૪૬ ધંધો-વેપાર રહે- હાલ-સીલ્‍વર સીટી ગલી નં.૦૩ ખાખીનગર, ાંઝરડા રોડ જુનાગઢ મુળ-છગનમામાની સોસા ગીરનાર દરવાજા જુનાગઢ, સ્‍વીભાઈ ઉર્ફે એચ.કે, શ્રીચંદભાઈ પારવાણી જાતે. સીધી રહે ગાંધીનગર, પ્રકાશ ઉર્ફે પક્કો કારાભાઇ હડીયા જાતે.આહિર ઉં.વ.૩૯ ધંધો ખેતી રહે, કેશોદ અમળતનગર, મેઇન રોડ કીષ્‍નાવેલી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૩૦૬ તા.કેશોદ જી.જુનાગઢ, નિલેષ દરબાર રહે, કેશોદ, વેરાવળ રોડ, ગાંગાભાઈ રાણાભાઈ ઓડેદરા જાતે મેર ઉ.વ ૫૩ ધંધો ખેતી રહે કેશોદ, એરપોર્ટ રોડ સોમનાથ સોસાયટી,  વિક્રમભાઈ કારાભાઈ મરંઢ આહીર, ઉ.૧.૪૯, ધંધો-ખેતી રહે. અગતરાઈ, તા-કેશોદ, હરસુખભાઈ બાવાભાઇ વાઘોરા જાતે કોળી ઉ.વ.૫૬ રે.કણજાધાર તા. વંથલી જી.જુનાગઢ, ઘરે હાજર નહી મળી આવનાર અમીનભાઇ મકાભાઇ લાડક જાતે-ડકેર રહે-શાપુર ગામ તા. વંથલી જી.જુનાગઢ, રૂપેશ કારાભાઈ ભરડા જાતે કોળી ઉ.વ.૩૪ ધંધો મજુરી રહે શીલ બારા રોડ, ગંગાઈપુલ પાસે તા.માંગરોળ.સામે ગુન્‍હો દાખલ કરાવ્‍યો છે.

 આ ઉપરાંત ડ્રાઇવ દરમ્‍યાન પોલીસ દ્વારા કરવામાં આવેલ રેઇડ સમયે પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૯૩ કીમત રૂ.૧૪,૯૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ તેમજ ૩ ઇસમો કેફી પીણૂ પીધેલ તથા ૨ ઇસમો ૧૪ લિટર દેશી દારૂ કી.રૂ.૨૮૦ સાથે મળી આવતા તેના વિરુધ્‍ધ ગુજરાત નશાબંધી ધારા એક્‍ટ હેઠળ સરકારશ્રી તરફે ગુનો દાખલ કરવામાં આવેલ તથા જુગારધારા-૧ કેસ તેમજ હથિયાર સાથે મળી આવેલ ઇસમ વિરુધ્‍ધ ગુનો દાખલ કરી તમામ વિરુધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:33 PM IST)