<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજુલા પંથકના ખૂનના ગુન્‍હાનો આરોપી ઝડપાયો

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૯ : જુના કડીયાળી ગામે જવાના રસ્‍તે હરસુરભાઈ ભરતભાઈ ધાખડા રહે.રાજુલા વાળાને આરોપીઓઍ ગે.કા. મંડળી રચી ઍક સંપ કરી ગંભીર ઇજાઓ કરતા, હરસુરભાઈ  ધાખડાનું સારવાર દરમિયાન મોત નિપજેલ હોય, આ બનાવ અન્‍વયે -સનબેન ભરતભાઈ ધાખડા, ઉ.વ.૫૦, રહે. રાજુલા, મફતપરા વાળાઍ આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ જાહેર કરતા રાજુલા પો.સ્‍ટે.માં ગુનો રજી. થયેલ.

જે અન્‍વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ. વલય વૈદ્યની રાહદબરી હેઠળ અમરેલી ઍલ.સી.બી. પોલીસ ઇન્‍સ.   ઍ.ઍમ.પટેલ તથા રાજુલા પો.સ્‍ટે. પોલીસ ઇન્‍સ. શ્રીમતી આઈ.જે.ગીડા નાઓઍ ઍલ.સી.બી. તથા રાજુલા પો.સ્‍ટે.ની ટીમો બનાવી, ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(૧) મહમદ ઉર્ફે ઝુબેર હારૂનભાઈ કલાણીયા, ઉ.વ.૩૨, રહે. રહેમતનગર,   (૨) અ.લતીફ ઉર્ફે લતીફ હારૂનભાઈ કલાણીયા, ઉ.વ.૩૦, રહેમતનગર, 

(૩) શાહરૂખ ઉર્ફે ઝેરી ફારૂકભાઈ સાખાણી, ઉ.વ.૨૯, રહે. હુસૈનીચોક પાસે,

(૪) મુસ્‍તાક ઉર્ફે મુસો મહમદભાઈ પાયક, ઉ.વ.૨૭,  રહેમતનગરને ઝડપી લીધા હતા.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ  રાજુલા પો.સ્‍ટે. પોલીસ ઇન્‍સ. શ્રીમતી આઈ.જે.ગીડા તથા રાજુલા પો.સ્‍ટે.ના પો.સ.ઈ. કે.ડી.હડીયા, પો.સ.ઈ.  ઍમ.ઍફ.ચૌહાણ તથા રાજુલા પો.સ્‍ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

(1:35 PM IST)