તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
અમરેલી જિલ્લામાં સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં અડધાથી એક ઈંચ વરસાદ
સૌથી વધુ કુકાવાવ-વડીયામાં 27 મી,મી: 3 તાલુકા કોરા રહયા

અમરેલી: અમરેલી જિલ્લાનાં વિવિધ તાલુકામાં આજે સવારના 6 થી બપોરના 2 વાગ્ધોયા સુધીમાં અડધા થી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લાના ફલ્ડ કંટ્રોલરૂમમાં અમરેલી તાલુકામાં આઠ કુકાવાવ - વડિયામાં 27, બાબરામાં 18, લાઠીમાં 17, બગસરામાં આઠ, સાવરકુંડલામાં પાંચ ધારીમાં એક તથા રાજુલામાં પાંચ મી.મી વરસાદ નોંધાયો છે.
જયારે ખાંભા, જાફરાબાદ લીલીયા સહિતના તાલુકાઓમાં આજે વરસાદનો એક પણ છાંટો પડ્યો નથી
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
