તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
વાંકાનેરના માટેલ ગામે દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓની કાર માટેલીયા ધરામાં ખાબકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ધામ ખાતે આજે રાજકોટના બેડીનો રહેવાસી પરિવાર દર્શન માટે આવ્યો હતો જે પરિવારની કાર માટેલીયા ધરામાં ખાબકી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી.
રાજકોટના બેડી ગામે રહેતો પટેલ પરિવાર માટેલ ધામ દર્શન માટે આવ્યો હતો અને કાર મંદિર બહાર દુકાન પાસે પાર્કિંગમાં રાખતી વેળાએ બ્રેકના બદલે ભૂલથી લીવર લાગી જતા કાર ધરામાં ખાબકી હતી કારમાં પરિવારના ચારથી પાંચ સભ્યો સવાર હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તમામ મુસાફરો સમયસર બહાર નીકળી ગયા હતા સ્થાનિકોની મદદથી તમામને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
