News of Sunday, 30th June 2024
મોરબીના ત્રિકોણબાગ નજીક પાર્કિંગમાંથી બાઈક ચોરી થયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના ત્રિકોણબાગ પાસે આવેલ પાર્કિંગમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોય જે બનાવ મામલે પોલીસે સવા મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના અનંતનગર સોસાયટી બ્લોક નં ૫૯ માં રહેતા મનોજભાઈ મોહનભાઈ કણઝારીયા (ઉ.વ.૪૪) નામના આધેડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યાના અરસામાં તેનું બાઈક જીજે ૦૩ એફજે ૪૧૮૬ કીમત રૂ ૪૦ હજાર વાળું ત્રિકોણબાગ એસબીઆઈ બેંક સામે પાર્કિંગમાં રાખેલ હોય જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
