<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

હાલારમાં સર્વત્ર વરસાદઃ શેઠવડાળા-પ સમાણામાં ૪ાા ઇંચ

વાંસજાળીયા, ધ્રાફા-૩ા, જામવાડી, ભલસાણ બેરાજા-રાા, મોટા પાંચ દેવડામાં સવા બે ઇંચ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧: હાલારમાં ઉપર મેઘરાજા મહેરબાન થયા હોય જીલ્લામાં સર્વત્ર હળવાથી ભારે વરસાદ પડયો છે. જેમાં શેઠ વડાળા-પ, સમાણા-૪ાા, વાંસજાળીયા અને ધ્રાફામાં સવા ત્રણ, જામવાડી તથા ભલસાણ બેરાજામાં અઢી, મોટા પાંચ દેવડામાં સવા બે, મોટા વડાળા-પોણા બે, પીઠડ, બાલંભા, પીપર ટોડામાં દોઢ, મોટી ભલસાણ સવા, મોડપર અને ધુનડામાં એક ઇંચ વરસાદ પડી ગયો છે. જે આંકડા નીચે મુજબ છે.

જામનગર તાલુકાના વસઇ-૯, લાખા બાવળ-ર, ફલ્લા-૧૪, મોટી ભલસાણ-૩૦, દરેડ-૬, જોડીયા તાલુકામાં હડીયાણા-૧૦, બાલંભા ૪ર, પીઠડ-૪૦, ધ્રોલ તાલુકાના લતીપુર-ર, જાલીયા દેવાણી-૧૦, લૈયારા-૧૪, કાલાવાડ તાલુકામાં ખરેડી-૧૭, મોટા વડાળા ૪પ, ભલસાણ બેરાજા-૬પ, નવાગામ-૭પ, મોટા પાંચ દેવડામાં પપ તથા જામજોધપુરના સમાણા-૧૧૬, શેડવડાળા-૧ર૦, જામવાડી-૬ર, વાંસજાળીયા-૮૦, ધુનડા-ર૬, ધ્રાફા-૮૦, પરડવા-૮૦ તેમજ લાલપુર તાલુકાના પીપરટોડા-૩પ, પડાણા-ર૦, ભણગોર-૧૯, મોટા ખડબા-ર૦, મોડપર-ર૩ તેમજ હરીપરમાં આઠ મી.મી. વરસાદ છેલ્લા ર૪ કલાકમાં નોંધાયો છે

(11:34 AM IST)