<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સુપેડી પાસે ખનીજચોરી બે ટ્રેકટર કબ્‍જે કરાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧: ધોરાજી ઉપલેટા પંથકમાં રેતી ખનીજ ચોરી ની ફરીયાદો ઉઠતાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની સૂચના અન્‍વયે રાજકોટ જિલ્લા ભૂસ્‍તરશાષાી અંકિત ભટ્ટ  મદદનીશ ભૂસ્‍તરશાષાી જે આર સાવનેરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ કચેરી ટીમનાં  આશીષ પરમાર,  દિવ્‍યરાજસિંહ જાડેજા, જીગ્નેશ બારોટ, પળથ્‍વીસિંહ ચૌહાણ, રવિરાજસિંહ ગોહિલ, બળદેવસિંહ ડોડીયા દ્વારા ધોરાજી પંથકમાં તપાસ હાથ ધરીને સુંપેડી ગામમાં થીપસાર થતી ભાદર નદી માંથી સાદી રેતી ખનીજના ગેરકાયદે ખનન વહનઅંતર્ગત બે ટ્રેક્‍ટર તેમજ ગૌચર જમીનમાં ગેરકાયદે સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્‍થાને સીઝ કરવાંની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગનાં દિવ્‍યરાજસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે સૂપેડી ભાદર નદી વિસ્‍તારોમાં જીલ્લા ખાણ ખનીજ કચેરી ની ટીમે ગેરકાયદે ખનન વહનઅંતર્ગત બે ટ્રેક્‍ટર તેમજ ગૌચર જમીનમાં ગેરકાયદે સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજ ના જથ્‍થા ને સીઝ કરાયો છે સીઝ કરેલ જથ્‍થો તેમજ બે ટ્રેક્‍ટર ના તમામ મુદામાલ ની કુલ કિંમત અંદાજે રૂ. ૫૦,૦૦,૦૦૦ ગણવામાં આવી રહી છે સીઝ કરાયેલ રેતી જથ્‍થો ગ્રામપંચાયત સરપંચને સોંપવામાં આવેલ છે આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

(11:43 AM IST)