<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ચોટીલાના મોટી મોલડી ગામે પાડોશીના ત્રાસે આપઘાત

ચોટીલા તા.૧: ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા નાનજીભાઈ વીરાભાઈ પરમારની દિકરી અનીતાના લગ્ન ૧૧ વર્ષ પહેલા વીંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામે રહેતા જયંતીભાઈ કાળુભાઈ ચાવડા સાથે થયા હતા. છેલ્લા ચારેક વર્ષથી જયંતીભાઈ પરીવાર સાથે ચોટીલાની વળંદાવન સોસાયટીમાં રહે છે. અનીતાબેનની પડોશીઓ અવારનવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હતા. આથી પડોશી ડાયા ભાણાભાઈ વાઘેલા, તેમના પત્‍ની કોમલબેન ડાયાભાઈ વાઘેલા અને કેતન વિનુભાઈ વાઘેલાના ત્રાસથી અનીતાબેને ગત તા. ૨૬મી જુનના રોજ એસીડ પી લીધુ હતુ. જેમાં તેઓને કુવાડવા બાદ રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર કારગત ન નીવડતા ગત તા. ૨૯મી જુનના રોજ અનીતાબેનનું મોત થયુ હતુ. મળતકના મોતથી તેમના ત્રણ સંતાનો માતા વિહોણા બન્‍યા છે. ત્‍યારે નાનજીભાઈએ પડોશી ડાયા ભાણાભાઈ વાઘેલા, તેમના પત્‍ની કોમલબેન ડાયાભાઈ વાઘેલા અને કેતન વિનુભાઈ વાઘેલાના ત્રાસથી અનીતાબેને એસીડ પી મોતને વહાલું કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ. જી. ગોહીલ ચલાવી રહ્યા છે

(11:49 AM IST)