તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 1st July 2024
જામકંડોરણામાં ૨૪ કલાકમાં ૪ ઇંચઃ ફોફળ ડેમની સપાટી હાલ ૧૦.૭૦ ફુટે પહોંચી

(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણા, તા. ૧: પંથકમાં ગઇકાલથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ગઇ કાલે રવિવારે સવારથી સાંજ સુધીમાં જામકંડોરણામાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે આજે વહેલી સવારથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જે સવારના આઠ વાગ્યા સુધીમાં વધુ ૬૧ મી.મી. (અઢી ઇંચ) વરસાદ પડી ગયો છે. આમ છેલ્લા ૨૪ કલાકમાં જામકંડોરણામાં ચાર ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે આ વરસાદથી જામકંડોરણા શહેર તેમજ તાલુકા અને ધોરાજીને પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક ચાલુ છે ડેમની હાલ સપાટી ૧૦.૭૦ ફુટે પહોંચી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
