News of Monday, 1st July 2024
માણાવદરમાં વધુ ર ઇંચ : કુલ ૧ર ઇંચ ખાબક્યો : કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ : અન્યત્ર હળવો-ભારે વરસાદ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિત મેઘાવી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં જુનાગઢ જિલ્લાના માણાવદરમાં વધુ ર ઇંચ વરસાદ વરસતા કાલે રાત્રીથી આજે બપોર સુધીમાં માણાવદરમાં કુલ ૧ર ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામનગર, જોડિયા, લાલપુર, જામજોધપુર, ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, વંથલી, જુનાગઢ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયાહાટિના સહિતના હળવો ભારે વરસ્યો છે. -વિનુ જોશી ( જુનાગઢ), મુકુંદ બદિયાણી (જામનગર) - કૌશલ સવજાણી (ખંભાળીયા)
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
