<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

માણાવદરનો બાંટવા ખારા ડેમ છલોછલ : ઠેર-ઠેર જળબંબાકાર

એક સાથે ૧૦ ઇંચ વરસાદ તૂટી પડતા પરિસ્‍થિતિ વિકટ : નદી-નાળા ચેકડેમ છલોછલ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૧:  માણાવદર પથંકમાં છેલ્લા ત્રણ દિવસથી માત્ર ઝાપટા પડતા પરંતુ કોણ  જાણે કોઇ બાંધેલો વરસાદ છુટો પડયો હતો તેમ ગત રાત્રીના ૮-૩૦ વાગ્‍યે આસપાસ શરૂ થયેલો વરસાદ ધીમેધીમે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યુ હતું. ૮ કલાકમાં ૯ થી વધુ ઇંચ વરસાદે સમગ્ર શહેરને ધમરોલી નાખ્‍યું હતું. જયાં ગત રાત્રીના પાણા ઉડતા હતાં ત્‍યાં મોડી રાત્રીના ૩ વાગ્‍યે ભારે પ્રવાહ સાથે પુર આવી ચુકયુ હતુ અને વહેલી સવારે રસલા ડેમ અતિ ભારે પ્રવાહ સાથે સતત ત્રણ કલકથી પણ વધુ થી બે કાંઠે વહી રહ્યો છે. ભાલેચડાગારી બે કાંઠે છે તો શહેરની ગટરો ચીફ ઓફિસર ત્‍થા તેની ટીમની કામગીરી કામ લાગી છે. ગટરોમાં પાણી સડસડાટ વહી રહ્યા છે. જો આ કામગીરી ન થઇ હોત તો ઘરોમાં પાણી ભરાત તો પણ હજી ઘણી કામગીરી રહી ગઇ છે. સમગ્ર પંથકમાં જાણે બારેય મેઘખાંગા થઇ ચુકયા છે. આજ સવારે ૭ વાગ્‍યે લખાય છે ત્‍યારે હજી મેઘરાજા ધમરોળી રહ્યા છે. લોકોમાં એક અનેરો ઉત્‍સાહ છે. વહેલી સવારમાં જ વરસાલા ડેમને વધાવા ચાર્મી પેથાણી પત્રકાર પુત્રી પહોંચી ગયા હતા વરસાદ આંક થશે.

સમગ્ર પંથક જળ બંબાકાર થઇ ચુકયો છે. કલાકો એટલે કે ૯ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ સમગ્ર પંથકને રીતસર ધમરોળી રહ્યો છે. ઠેર-ઠેર ડેમ-વોકળા ભયજનક રીતે વહી રહ્યા છે. બાંટવા ખારા ડેમ રાત્રે ૯ વાગ્‍યે ખાલી  હતો તે સવારે ૮-૩૦ વાગ્‍યે છલોછલ ભરાઇ ગયો એટલી પાણીની આવક થઇ છે કે ત્રણથી ૪ દરવાજા તત્‍કાળ ખોલાવા પડશે ૭ાા ફૂટ લેવલ જાળવી ખોલાશે. એમએલએ અરવિંદ લાડાણી લકકી  સાબીત થયા છે. પ્રથમ વરસાદે ડેમો વોકળા બેફામ ઓવરફલો થઇ ચુકયા છે. હજી વધુ વરસાદનો આંક વધશે હાલ ૧૧ ઇંચ જેટલો પહોંચ્‍યો છે.

(1:06 PM IST)