<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ચાર જળાશયો ઓવરફ્લો વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જુનાગઢ જિલ્લામાં હવે વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે

 દરમિયાન  ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાય છે,ગિરનાર પર પડતા સતત વરસાદના આંકડા મેળવી, જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેકટરે દાવો કર્યો છે.

(1:31 PM IST)