<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જુનાગઢના બાંટવા ખારો ડેમ ઓવરફ્લો : હેઠવાસના આઠ ગામને કરાયા એલર્ટ

માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા : નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ના જવા દેવા તંત્રની તાકીદ

જુનાગઢ જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે, જુનાગઢનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવાની તંત્રને ફરજ પડી છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. જો કે, તંત્ર દ્વારા નીચાણ વાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને કરાયા એલર્ટ છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ના જવા તંત્રે તાકીદ કરી છે. નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ના જવા દેવા તંત્રની તાકીદ

(1:36 PM IST)