<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં વધુ બે ઇંચ વરસાદ ૧૪ કલાકમાં ૧૪ઈંચ ખાબકયો : વંથલીમાં દોઢ ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાવી માહોલ યથાવત

રાજકોટ તા.૧ :   રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સાંજના સમયે પણ મેધાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે માણાવદરમાં વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે.

  જુનાગઢ  (વિનુ જોશી દ્વારા)જુનાગઢ: વરસાદી વાતાવરણ વચ્ચે જુનાગઢ જિલ્લાના માણાવદરમાં બપોરે બે થી ચાર દરમિયાન વધુ બે ઇંચ વરસાદ પડતા કાલે રાત્રિના બે વાગ્યાથી આજે સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ ૧૪ ઇંચ વરસાદ ખાબકયો છે. મેઘરાજા માણાવદરમાં સટાસટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. આ ઉપરાંત વંથલીમાં દોઢ ઇંચ તથા જુનાગઢ અને ભેસાણમા એક ઇંચ વરસાદ વરસ્યો છે

  ગીર સોમનાથ ( દિપક કક્કડ દ્વારા) વેરાવળ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પોણો ઇંચ, ગીર ગઢડામાં અડધો ઇંચ, તથા તાલાળા સુત્રાપાડા અને ઉનામાં વરસાદી ઝાપટા પડ્યા છે

(4:41 PM IST)