News of Monday, 1st July 2024
જુનાગઢ જિલ્લો જળબંબોળ ;મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા
મોટાભાગના ડેમોમાં નવા નીરની આવકથી અનેક ડેમો ઓવરફ્લો: ઓજત નદીમાં ભારે પાણી આવતા નદી બે કાંઠે : અનેક ગામોમાં બેટમાં ફેરવાયા

જુનાગઢ જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.
અવિરત વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવકથી અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે ઓજત નદીમાં ભારે પાણી આવતા નદી બે કાંઠે વહી રહી છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે.
જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂસળધાર વરસાદને પગલે અનેક ગામોમાં બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
