<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

અનરાધાર વરસાદના પગલે ગરવા ગિરનારની દૂધધારા પરિક્રમા રદ: પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત કેન્સલ

ગિરનાર જંગલના 36 કિમી રૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરાઈ

જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે.

  દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ગિરનારની દુધધારાની પરિક્રમા આગામી 2 જુલાઈ મંગળવારથી શરુ થવાની હતી. ગરવા ગિરનારની ફરતે 36 કિમીની થતી દૂધધારા પરિક્રમા માટે વન વિભાગે 6 સંસ્થાને મળી કુલ 125 ભાવિકોને પરિક્રમાની મંજૂરી આપી હતી. જો કે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ હોવાને કારણે અને પરિક્રમા રૂટમાં આવતા નદી-નાળામાં પુરની સ્થિતિ સર્જાઈ છે, આ ઉપરાંત હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આ તમામ વાતને ધ્યાને રાખીને આગમચેતીના પગલાના ભાગરૂપે દુધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે.

(10:35 PM IST)