News of Monday, 1st July 2024
ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથે જ સ્ટાફને હેડકવાર્ટર ન છોડવાના આદેશ

જૂનાગઢ : ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે 2 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથે જ સ્ટાફને હેડકવાર્ટર ન છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે . જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે 2 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
