તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Tuesday, 2nd July 2024
વિસાવદરમાં ૧૨ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ : કુલ વરસાદ ૨૩ ઈંચ : સાર્વત્રિક પાણી..પાણી..દે ધનાધન સતત મેઘમહેર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં રવિવારે રાત્રીના ૧૨થી સોમવારે રાત્રીના ૧૨ સુધીમાં ૧૨ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ પડી ચૂકયો છે. મોસમનો કુલ વરસાદ ૨૩ ઈંચ નોંધાયો છે. સમગ્ર શહેરમાં સાર્વત્રિક પાણી..પાણી થઈ ગયુ છે. રાત્રે ૧૨:૩૦ કલાકે પણ દે..ધનાધન અવિરત વરસાદ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે રાત્રે ૧૨થી ૨ દરમિયાન ૧૮ મીમી, સવારે ૪થી ૬ દરમિયાન ૮૦ મીમી, સવારે ૬થી ૮ દરમિયાન ૭૭ મીમી, સવારે ૮થી ૧૦ દરમિયાન ૨૦ મીમી, સવારે ૧૦થી ૧૨ દરમિયાન ૪ મીમી, બપોરે ૨થી ૪ દરમિયાન ૧૪ મીમી, સાંજે ૪થી ૬ દરમિયાન ૨ મીમી, સાંજે ૬થી ૮ દરમિયાન ૧૮ મીમી, રાત્રે ૮થી ૧૦ દરમિયાન ૩૮ મીમી, રાત્રે ૧૦થી ૧૨ દરમિયાન ૫૫ મીમી મળી કુલ: ૩૨૬ મીમી એટલે કે,છેલ્લા ૧૨ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ પડયો છે. જયારે મોસમનો કુલ વરસાદ ૫૭૬ મીમી એટલે કે, ૨૩ ઈંચ નોંધાઈ ચૂકયો છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
