<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબી જીલ્લા ભાજપના ઝુઝારૂ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાનો આજે જન્મદિવસ. ૫૮ મું બેઠુ

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના કેરાળી નામના નાનકડા ગામમાં સામાન્ય ખેડુત પરિવારમાં રમુભાઈ અને લક્ષ્મીબેનને ત્યાં જન્મેલા જેઠાભાઈએ શિક્ષણ પુરૂ કરી કૈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા શક્તિ સાથે મોરબી શહેરની વાટ પકડી અને નાના પાયે બાંધકામ, હોટેલ વ્યવસાય માં ઝંપલાવી સાથો સાથ સામાજિક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી. સખત પરિશ્રમ અને નીતિમતાને જીવન મંત્ર બનાવનાર આજે તેઓ વ્યવસાયના ક્ષેત્રમાં 4 સ્ટાર હોટેલ સહિત બાંધકામ ક્ષેત્રમાં પણ ખુબ સારૂ નામ ધરાવે છે.

આ ઉપરાંત ઓઇલ પેઇન્ટ સહિતના વ્યવસાયમાં તેમના લઘુબંધુઓ જશુભાઇ અને ધર્મેન્દ્ર ભાઈ સાથે મળી આગળ વધી રહ્યા છે.
અને જેઠાભાઈની કાર્યકુશળતાના કારણે તેઓ આજે ભાજપના કાર્યકરથી લઈ મોરબી જીલ્લા ભાજપના મહામંત્રીનું પદ શોભાવી રહ્યા છે. ઉપરાંત તેઓ આહીર સમાજ સહીતની અન્ય સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે રહી લોકોપયોગી, સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જેઠાભાઈનો સંયુકત પરિવાર પણ આજના સમયમાં દ્રષ્ટાંત રૂપ છે,એક હાંડલે ૨૪ લોકો જમે અને તે વાતથી પ્રેરાઈને પરસોતમ રૂપાલાએ આ પરિવારની મુલાકાત લીધી હતી.
અને આજે જોતજોતામાં જીવનની અવિરત વહેતી ગંગામાં એક પછી એક પડાવ પાર કરતા કરતા આજે તા ૨ જુલાઈના રોજ તેઓ જીવનના ૫૭ વર્ષ પુરા કરી ૫૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમનું વિશાળ મિત્રવર્તુળ, ઔધોગિક મીત્રો, રાજકીય અગ્રણીઓ, જ્ઞાતિ આગેવાનો તેમના મો.નં. 9067044444 પર મંગલમયી જીવન માટેની શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.

 

(12:58 AM IST)