<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મધરાત્રે વધુ વરસ્‍યો વંથલી-વિસાવદર-૬, જુનાગઢ-પ, ભેંસાણ-મોરબી-૩ ઇંચ

સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં મેઘો વરસી ગયોઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘસવારી યથાવતઃ આજે પણ હળવો-ભારે વરસાદ : બગસરા-રાજુલા-અઢી, હળવદ-ર, ધારી પોણા બે, ખાંભા-ભાણવડમાં વધુ દોઢ ઇંચ વરસ્‍યો

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં બગસરા ત્રીજી તસ્‍વીરમાં આટકોટમાં પડેલ વરસાદ નજરે પડે છે.(તસ્‍વીરઃ સમીર વિરાણી(બગસરા), કરશન બામટા (આટકોટ) (

રાજકોટ, તા., ૨: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘસવારી યથાવત છે. ગત રાત્રીના જુનાગઢ જીલ્લામાં તથા મોરબી પંથકમાં વધુ ૬ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાત્રીના વંથલી-વિસાવદરમાં ૬ ઇ઼ચ, જુનાગઢમાં પ તથા ભેંસાણ અને મોરબીમાં ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે.

બગસરા-રાજુલામાં અઢી, હળવદમાં-ર, ધારીમાં પોણા-ર, ખાંભા-ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

સૌરાષ્‍ટ્રના જૂનાગઢ જિલ્લામાં આજે સવારે ૬ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ થી ૧૫ ઇંચ વરસાદ પડ્‍યાનું વિનુ જોશી જુનાગઢથી જણાવે છે. જૂનાગઢના વંથલી પંથકમાં સાડા ચૌદ ઇંચ, વિસાવદર પંથકમાં ૧૩ ઇંચ જુનાગઢ શહેરમાં ૧૨ ઇંચ, કેશોદમાં ૧૦ ઇંચ, માણાવદરમાં નવ ઇંચ, મેંદરડામાં સાડા સાત ઇંચ, ભેસાણ પંથકમાં ૭ ઇંચ, માળિયા હાટીનામાં છ ઇંચ અને માંગરોળ પંથકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં સીઝનનો ૨૭ ઇંચ વરસાદ પડી ગયો છે. વાતાવરણ ગોરંભાયેલું છે

જામનગર જિલ્લામાં સવારે ૬ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં કાલાવડ પંથકમાં સિઝનનો કુલ ૯ ઇંચ, લાલપુર પંથકમાં ૭ ઇંચ, જામજોધપુર પંથકમાં ૧૦ ઇંચ, જોડીયા પંથકમાં ૬ ઇંચ અને ધ્રોલ પંથકમાં ૪ ઇંચ વરસાદ પડી ગયો હોવાનું જ્‍યારે સવારે ૬ સુધીમાં ૨૪ કલાકમાં જામજોધપુર પંથકમાં સૌથી વધુ સવા ચાર ઇંચ અને કાલાવડ અને જામનગર  પંથકમાં પોણા ચાર ઇંચ વરસાદ પડી ગયાનું જામનગર થી મુકુંદ બદિયાણી જણાવે છે.

કેશોદ

 (સંજય દેવાણી દ્વારા) કેશોદઃ ગઈકાલ સવારથી વરસાદી વાતાવરણ ઊભું થવા પામેલ છે, જે આજે પણ ચાલુ રહેતા છેલ્લા ૨૪ કલાકમાં પાંચ જેવો વરસાદ  છે.

આસપાસના વિસ્‍તારની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહથી કેશોદમાં ખાસ કોઈ નોંધપાત્ર વરસાદ ન હતો.

 દરમિયાન ગઈકાલ સવારથી વરસાદી માહોલ ઉભો થતા ગઈ કાલ સવારથી આજ સવાર સુધીમાં ત્રણેક વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે પણ વધુ ઇંચ જેવો જેવોવરસાદ પડેલ હોવાનું સૂત્રોએ જણાવેલ છે.

     દરમિયાન આજ સવારના ૭ થી ૧૦ ની વચ્‍ચે  ૫૫ મીમી વરસાદ નોંધાતા સીઝનનો કુલ ૧૮૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

બગસરા

( સમીર વિરાણી દ્વારા) બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્‍તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્‍યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્‍યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યોહતો નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા.

ઉપલેટા

(કૃષ્‍કાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્‍યાન ૧૦૦ (૪ ઈંચ) મી.મી. નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧૫૦ મી.મી. નોંધાયેલ છે. જયારે તાલુકાના ગામડાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમ્‍યાન ૬ થી ૮ ઈંચ વરસાદ વરસ્‍યો હોવાના સમાચાર મળી રહયા છે. તાલુકાના મોજ ડેમ ઉપર પણ વરસાદી વાતાવરણ સાથે હળવો વરસાદ હોવાનું જાણવા મળેલ છે. ડેમ ની કુલ સપાટી ૪૪ ફુટની છે જે અત્‍યારે સમયે ૩૦.૮૦ ફુટનું (લેવલ) બતાવી રહી છે. તથા તાલુકાનો બીજો ડેમ વેણુ-૨ ડેમ આજનો વરસાદ ૩૫ મી.મી. મોસમનો કુલ વરસાદ ૧૨૫ મી.મી. ડેમ સપાટી ટોટલ ૫૪.૧૬ ફુટ છે. તેમાથી હાલની પરિસ્‍થીતી ૩૮. ૭૫ થઈ ચુકી છે. આ જોતા આગામી ૧૫ દિવસમાં જો વરસાદી માહોલ જળવાઈ રહેશે તો બન્ને ડેમ ઓવરફલો થશે પછી ની બાદ કરતાં અઢી મહીનાની હાલત શું થશે એ બાબત નોધનીય છે.

વાંસજાળીયા

(રમેશ ઘરસંડીયા દ્વારા) વાંસજાળીયામાં ગઈકાલ તા.૧ સોમવારે ત્રણ ઇંચ વરસાદ થયો છે અત્‍યાર સુધી માં કુલ આઠ ઇંચ વરસાદ થયો છે.વાવણી થયા પછી આ વરસાદ થતાં ખેડૂતો ના મોલ ને લાભ થાય તેમ છે અહીંની મીણસાર નદી માં પુર આવ્‍યું છેઆસપાસના કાટકોલા, જસાપર, તરસાઈ સખપુર વગેરે ગામો માં સારા વરસાદ ના વાવડ છે.

આટકોટ

આટકોટમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો પંદર મિનિટ માં ધોધમાર વરસાદ પડયો હતો થોડી વારમાં પાણી પાણી થઇ ગયું હતું ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી હજું નદી નાળામાં નવાં નીર આવ્‍યા નથી લોકો પુર ની વાટ જોઈ રહ્યા હતા હજું ધણાં ખેડુતો ને વાવણી કાર્ય બાકી છે કોઈ ને બીજી વાર વાવેતર કરવું પડશે તેવી પરિસ્‍થિતિ છે હજું જસદણ વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ ની આશા રાખી રહ્યા છે નદી નાળાં છલકાઈ જાય તેવી ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે

માણાવદર     રર૪    મી.મી.

વંથલી  ૩૬૧   મી.મી.

જુનાગઢ ર૯૮  મી.મી.

ભેંસાણ  ૧૭૬  મી.મી.

વિસાવદર     ૩૩૬ મી.મી.

મેંદરડા  ૧૮૩   મી.મી.

કેશોદ   રપર  મી.મી.

માંગરોળ       ૧૧૯ મી.મી.

માળીયા હાટીના ૧૬૧  મી.મી.

દેવભુમી દ્વારકા

દ્વારકા   ૧૧૬   મી.મી.

ખંભાળીયા      રર૯ મી.મી.

કલ્‍યાણપુર     ર૦૦ મી.મી.

ભાણવડ ૯પ   મી.મી.

અમરેલી

અમરેલી ૮૪    મી.મી.

બાબરા  રપ   મી.મી.

લાઠી    રપ   મી.મી.

લીલીયા ૪૯    મી.મી.

અમરેલી ઁ     પ૩  મી.મી.

બગસરા ૧ર૦  મી.મી.

ધારી    પ૦   મી.મી.

સાવરકુંડલા    પ૦  મી.મી.

ખાંભા   ૧૦૯  મી.મી.

જાફરાબાદ     પ૯  મી.મી.

રાજુલા  ૧૩૯   મી.મી.

કચ્‍છ

અંજાર   ૧૩૮   મી.મી.

અબડાસા       ૬૭  મી.મી.

ગાંધીધામ      ૧૭૭ મી.મી.

નખત્રાણા      ૧૦૭ મી.મી.

ભચાઉ  ૬૦    મી.મી.

ભુજ     ૧૧૮   મી.મી.

મુંદ્રા     ર૯૧   મી.મી.

માંડવી  ર૧ર   મી.મી.

રાપર   પર   મી.મી.

લખપત ૧૭    મી.મી.

રાજકોટ

પડધરી ૪૦   મી.મી.

રાજકોટ રર    મી.મી.

લોધીકા ૪ર    મી.મી.

કોટડા સાંગાણી-૪ર  મી.મી.

જસદણ ર૧    મી.મી.

ગોંડલ   ૪૭   મી.મી.

જામકંડોરણા-૭૧     મી.મી.

ઉપલેટા ૮૯    મી.મી.

ધોરાજી  ૧૮૦  મી.મી.

જેતપુર  ૯૧    મી.મી.

વિંછીયા રપ   મી.મી.

ગીર સોમનાથ

ગીરગઢડા      ૧૩૪ મી.મી.

તાલાલા ૧૩૭  મી.મી.

પાટણ-વેરાવળ-૪૧  મી.મી.

સુત્રાપાડા      ૮૭  મી.મી.

કોડીનાર ૧૧૯   મી.મી.

ઉના    ૧રર   મી.મી.

         ભાવનગર 

વલ્લભીપુર     ૨૯   મી.મી.

ઉમરાળા ર૬    મી.મી.

ભાવનગર      પ   મી.મી.

ઘોઘા   ૩      મી.મી.

સિંહોર   ૨૦    મી.મી.

ગારીયાધાર    ર૪  મી.મી.

પાલીતાણા     ૩૮   મી.મી.

તળાજા  ૩૪    મી.મી.

મહુવા   ૧૩૭  મી.મી.

જેશર   ૬૧    મી.મી.

પોરબંદર

પોરબંદર       ૬૩   મી.મી.

રાણાવાવ      ૮૭  મી.મી.

કુતિયાણા      ૧૨૧  મી.મી.

જામનગર

જામનગર      ૮૨   મી.મી.

જોડીયા ૬૮    મી.મી.

ધ્રોલ    ૪     મી.મી.

કાલાવડ ૯૦    મી.મી.

લાલપુર પપ   મી.મી.

જામજોધપુર   ૧૦૬ મી.મી.

મોરબી

ટંકારા   ૭૨    મી.મી.

માળીયામિયાણા-૯  મી.મી.

મોરબી  ૩૮    મી.મી.

વાંકાનેર ૧૫    મી.મી.

હળવદ  ૬૪    મી.મી.

સુરેન્‍દ્રનગર

ચોટીલા ૧૮    મી.મી.

સાયલા ૨      મી.મી.

ચુડા     ૪     મી.મી.

લીંબડી  ૩      મી.મી.

પાટડી   ૧૨    મી.મી.

બોટાદ

રાણપુર ૩       મી.મી.

(11:12 AM IST)