<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

૩૦ મામલતદારોની બદલી

રાજકોટ, જુનાગઢ, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર વગેરેને સ્‍પર્શતા ફેરફારો : મોટાભાગનાની ડીઝાસ્‍ટાર મેનેજમેન્‍ટમાં નિમણુંકઃ દ્વારકાના ચાવડા રાહત નિયામક કચેરીમાં

રાજકોટ તા.૨: રાજ્‍યના ૩૦ જેટલા મામલતદાર કક્ષાના ક્‍લાસ-૨ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં રાજકોટના એચ,એલ, ચૌહાણ ,જૂનાગઢના પૌલભાઈ ખ્રિસ્‍તી, જામનગરના બી.ટી. સવસાણી . દેવભૂમિ દ્વારકાના બી.વી.ચાવડા મોરબીના જે.એસ.સિંધી, સુરેન્‍દ્રનગરમાં હરેશ ભીમસીવડા સહિતની બદલીના હુકમ થયા છે. દ્વારકાના બી.બી. ચાવડાની ગાંધીનગર રાહત નિયામક કચેરીમાં નિમણુંક થઇ છે.

રાજ્‍યના ૩૦ જેટલા મામલતદાર કક્ષાના ક્‍લાસ-૨ અધિકારીઓની બદલીના હુકમ થયા છે.

સુરતના પ્રતીક મખેટ અમરેલી, વડોદરાના મનીષ પટેલ ભાવનગર, સુરતના વિશાલ પટેલ દ્વારકા, સુરતના જીજ્ઞેશ જીવાણી ગિર સોમનાથ, જામનગરના બી.ટી. સવાણી તે જ જિલ્લામાં ડીઝાસ્‍ટ્રાર મેનેજમેન્‍ટમાં, જુનાગઢ ચુંટણી શાખાના પી.એમ. ખ્રિસ્‍તી જુનાગઢ ડીઝાસ્‍ટારમાં, વડોદરાના એમ.બી. દેસાઇ પોરબંદર, રાજકોટ ચુંટણી શાખાના એચ.એલ. ચોૈહાણ રાજકોટ ડીઝાસ્‍ટરમાં, સુરેન્‍દ્રનગરના હરેશ વાડા ત્‍યાં જ ડીઝાસ્‍ટરમાં, મોરબીના જે.એસ. સિંધી ત્‍યાંજ ડીઝાસ્‍ટારમાં મુકાયા છે.

(11:12 AM IST)