તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર
ધોરાજીના ભાદર ડેમ 100 ટકા ભરાઈ જતા હવે પછી ડેમમાં આવનાર પાણી પોરબંદરના ઘેડમાં પાણી ફરી વળશે

સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા અને ઘણા ડેમો છલોછલ થયા છે, નદીઓમાં નવા નીર આવ્યા છે,નદીઓ બે કાંઠે વહી રહી છે, તેવામાં પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ધોરાજીના ભાદર ડેમ 100 ટકા ભરાઈ જતા, હવે પછી ડેમમાં આવનાર પાણી પોરબંદરના ઘેડમાં પાણી ફરી વળશે. જેના પગલે તંત્ર એ ઘેડના 19 ગામોના લોકોને નદીના પટમાં કે પાણી ના પ્રવાહ તરફ આગળ નહિ વધવા સૂચના આપી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
