તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા :ભવનાથ તળેટી તરફ જવા પર પ્રતિબંધ
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્કતના પગલે કલેકટરના આદેશથી સ્મશાનથી આગળ જવા પર પ્રતિબંધ:ભવનાથ તળેટી તરફ જવા પર રોક લગાવાઈ

જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ભવનાથ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના વંથલી સહિત અનેક વિસ્તારોમાં આવેલા ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્કતના પગલે કલેકટરના આદેશથી સ્મશાનથી આગળ જવા પર પ્રતિબંધ મુકાયો છે. કલેકટરે ભવનાથ તળેટી તરફ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
