<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

શેર સટ્ટામાં હારી જતાં કચ્છના ફતેહગઢ ગામના બેંક મેનેજર ૬૭ લાખની ઉચાપત કરી ગુમ

ચીઠ્ઠી લખી કબૂલાત કરી, હજી ૨૦ લાખનું લેણું બાકી, કેડીસીસી બેંક દ્વારા કરાઈ પોલીસ ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨:  ઝડપથી રૂપિયા કમાવવા શેર સટ્ટાના રવાડે ચડતા પહેલાં સાવધાનઙ્ગ થઈ જજો. આ લાલચમાં રૂપિયા ગુમાવવાનો વારો આવશે ત્યારે મુશ્કેલ પરિસ્થિતિ થઈ શકે છે.

કચ્છની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) ની રાપર તા. ની ફતેહગઢ ગામની શાખાના બેંક મેનેજર પ્રવીણ ભાણાભાઈ સોઢા સામે બેંકના રૂ. ૬૭ લાખ ઉચાપત કર્યા હોવાની પોલીસ ફરિયાદ કરાઈ છે. ફરિયાદી રાપર શાખાના બેંક મેનેજર નરેશ માલીએ ઉચાપત કરનાર બેંક મેનેજર પ્રવીણ સોઢાએ પોતે કરેલ ઉચાપતની કબૂલાત અંગે લખેલ ચીઠ્ઠી પણ પોલીસમાં રજૂ કરી છે.

ચીઠ્ઠીમાં જણાવ્યાનુસાર ઓન લાઈન સટ્ટામાં પોતે ૬૭ લાખ હારી ગયો હોવાનું અને હજી ૨૦ લાખનું લેણું બાકી હોવાનું લખનાર આરોપી પ્રવીણ સોઢાએ બેંકના કેશિયર વંદનાબેનના પાસવર્ડ નો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું છે. જોકે, અત્યારે આરોપી બેંક મેનેજર નો ફોન બંધ આવે છે. દરમ્યાન કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ કોઈ પણ પ્રકારની ગરબડ ન ચલાવવાનો અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્દેશ આપ્યો છે

(2:16 PM IST)