<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વાત્‍સલ્‍ય બાલાશ્રમની મુલાકાતે કૃષિમંત્રી

ધ્રોલ તા. રઃ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે થોરીયાળીના પાટીયા પાસે ચાલતા શ્રી અમૃતલાલ મોહનલાલ દોશી ટ્રસ્‍ટ સંચાલીત વાત્‍સલ્‍ય બાલારમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ટંકારા પડધરી વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી દુર્લભજીભાઇ દેથરીયા હાજર રહ્યા હતા.

થોરીયાળી ખાતે આવેલા આ બાલાશ્રમના સંચાલક અને પ્રમુખશ્રી પ્રભુભાઇ કડીવારે આ બાલાશ્રમની વિગત આપતા જણાવેલ કે આ બાલાશ્રમ ૧૦ વિઘાની જમીન ઉપર રપ૦૦૦ ફુટના બાંધકામ સાથે અતી આધુનીક સવલતો સાથે બનાવવામાં આવેલ છે અને આ વરસે આ બાલાશ્રમમાં મા-બાપ વિહોણા અનાથ બાળકોને એડમીશન આપવામાં આવે છે. અને તે બાળકોની શિક્ષણ સહિતની તમામ જવાબદારીઓ આ આશ્રમ તરફથી સંભાળવામાં આવે છે.

ટ્રસ્‍ટ તરફથી ૧પ૦ જેટલા બાળકોનો સમાવેશ થઇ શકે તેવી સવલત ઉભી કરવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ૬ માસથી શરૂ થયેલ આશ્રમમાં હાલમાં ૧૪ બાળકોએ પ્રવેશ મેળવેલ છે. ત્‍યારે જણાવેલ કે આ આશ્રમની હદ રાજકોટ જીલ્લામાં આવેલ છે તેથી આ આશ્રમમાં માત્ર રાજકોટ જીલ્લાના બાળકોને પ્રવેશ આપી શકીએ તેવા નિયમો છે. જયારે આ આશ્રમમાં સેવાભાવી અને દાતાઓ તરફથી અમોને ચાર કરોડનું ફંડ મળેલ છે અને તે ફંડ દ્વારા અમોએ આ તમામ સવલતો સાથેનો બાલાશ્રમ શરૂ કરેલ છે.

આ બાબતે આરમમાં નજીકના બે જીલ્લાઓના અનાથ બાળકોને પ્રવેશ આપી શકીએ તેવી મંજુરી સરકારશ્રી પાસેથી મળી શકે તેવી રજુઆત કરવા જણાવેલ. જે અંગે મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ તથા ધારાસભ્‍યશ્રી દુર્લભજીભાઇ દેથરીયાએ યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ.

આ વાત્‍સલ્‍ય બાલાશ્રમની ઉમદા પ્રવૃતિઓ અને વ્‍યવસ્‍થાથી પ્રભાવીત થઇને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે રૂા. એકાવન હજારનું અનુદાન આપેલ.

આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી મનસુખભાઇ બોરીયા, દિનેશભાઇ દેત્રોજા, વિનુભાઇ બગથળા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

(1:42 PM IST)