<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

કેશોદમા વધુ ૧૦ ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ ૧૫ાા ઇંચ : વાતાવરણમાં બફારો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨: ગઈકાલે દિવસ દરમિયાન આખો દિવસ શાંત રીતેવરસ્‍યા બાદ રાત્રિના પણ વરસાદ ચાલુ રહેલો હતો. દિવસના ૬ ઇંચ વરસ્‍યા બાદ રાત્રિના પણ ચાર ઇંચ જેવો વરસી જતા ગઈ કાલ સવારના ૬:૦૦ વાગ્‍યાથી આજે સવારના ૬:૦૦ વાગ્‍યા દરમિયાન કુલ દસેક જેવો વરસાદ થવા પામેલ છે.

કેશોદના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ હોવાનું જાણવા મળેલ છે. વરસાદથી સીઝનમાં સૌપ્રથમ વખત અહીંની ઉતાવળી અને ટીલોડી નદી પાણીથી છલકાઈ ગયેલ છે.

 આ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ ઊભું થતા સૂર્ય દર્શન થવા પામેલ નથી. આજે સવારે પણ આકાશમાં વરસાદી વાદળો છવાયેલા મળેલ છે જો કામ છતાં સવારથી વરસાદ છે નહીં. સિઝનનો કુલ સાડા પંદર ઇંચ જેવો વરસાદ થવા છતાં આજ સવારથી વાતાવરણમાં બફારો યથાવત જોવા મળેલ હોય વધુ વરસાદ પડે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

દરમિયાન અત્રેથી ચાર કિલોમીટર દૂર મામલતદાર ઓફિસ ખાતે કંટ્રોલરૂમનો સંપર્ક કરતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૫ વરસાદ નોંધાયેલ હોવાનું સુત્રોએ જણાવેલ છે.

(2:05 PM IST)