તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાત્રે જુનાગઢમાં પ્રવિણભાઇ તેરૈયાને શ્રદ્ધાંજલી અર્પવા ભજન સંધ્યાનો કાર્યક્રમ
મયુર દવે પોતાની કલા રજુ કરશેઃ કાલે સમસ્ત રાજગોર પરિવાર ભોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રઃ જુનાગઢ નિવાસી પ્રવિણભાઇ કાંતિલાલ તેરૈયા (ઉ.૭૦) તે સ્વ. કિશોરભાઇ અને પુ. મુકતાનંદબાપુ ચાપરડાના પુર્વાશ્રમના ભાઇનું તા. રરના રોજ અવસાન થતા પુ. મુકતાનંદ બાપુની પ્રેરણા અને આશિર્વાદથી તેમની શ્રદ્ધાંજલી નિમિતે આજે રાત્રે ૯ કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલછે જેમાં સુપ્રસિધ્ધ લોકગાયક મયુર દવે પોતાની આગવી શૈલીમાં સંતવાણી રસ પિરસસે તેમજ તા. ૩ ને બુધવારના રોજ બપોરે ૧૧ કલાકે જુનાગઢ શહેરમાં વસતા સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો ભોજન પ્રસાદ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન શીશુ મંગલ સામે ગાંધીગ્રામ જુનાગઢ ખાતે રાખેલ છે. તો ભજન સંધ્યા અને ભોજન લેવા જ્ઞાતિજનોએઢ પરિવાર સાથે પધારવા દેવાંગ તથા નિખીલ તેરૈયા અને સમગ્ર તેરૈયા પરિવારએ જણાવ્યું છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
