તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દેવભૂમિ દ્વારકા: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે જુલાઈ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જ વિસ્તારમાં આજથી (તા. ૦૨/૦૭/૨૦૨૪થી) તા. ૩૦/૦૯/૨૦૨૪ સુધી જાહેર જનતાના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવી છે.
આ જાહેરનામાના આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
