તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વરસાદ અને આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
ભારે વરસાદ પગલે કલ્યાણપુર તાલુકાના દેવળીયાથી હર્ષદ જતાં માર્ગ સમથળ કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઇ

દેવભૂમિ દ્વારકા: સમગ્ર રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જરૂરી પગલાં તાત્કાલિક ધોરણે લેવા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે કલ્યાણપુર તાલુકાના દેવળીયાથી હર્ષદ તરફ જતા રસ્તા પર આવેલ પુલ નજીક રસ્તો ક્ષતિગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે રસ્તો સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
